નીતુ કપૂરે પાપારાઝીને કહી દીધું- તું મારી બહુની પાછળ કેમ પડ્યો છે, જુઓ વીડિયો

PC: khabarchhe.com

જાણીતી અભિનેત્રી નીતુ કપૂર આજકાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણો દબદબો ધરાવે છે. તે એક રિયાલિટી શોને જજ કરી રહી છે અને 'જુગ જુગ જિયો' નામની ફિલ્મ પણ કરી ચૂકી છે. નીતુ કપૂર પોતાની ફિલ્મને કારણે બધાને આશીર્વાદ આપી રહી હતી. પરંતુ પુત્રવધૂનું નામ સાંભળતા જ તે ગુસ્સે થઈ ગઈ.

નીતુ કપૂર આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. ફરી એકવાર તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, આ વીડિયોમાં તે 'જુગ જુગ જિયો' કહેતી જોવા મળી રહી છે અને બધાના વખાણ પણ કરતી જોવા મળી રહી છે અને પછી એક કેમેરામેને એક્ટ્રેસને તેની રીલ વહુ કિયારા માટે પૂછ્યું. તેના વિશે એક પ્રશ્ન પૂછ્યો, જેના તે જવાબ આપ્યા વગર જ જતી રહી હતી....

પાપારાઝી સાથે વાત કરતી વખતે નીતુ કપૂરનો વીડિયો વારંવાર વાયરલ થતો રહે છે. પુત્રના લગ્ન પહેલા પણ નીતુ કપૂરે પાપારાઝીની સામે ઘણું વાતાવરણ ઉભું કર્યું હતું અને પછી પોતે જ લગ્નનો ખુલાસો કર્યો હતો. નીતુ કપૂર તેના પતિ ઋષિ કપૂરના અવસાન પછી એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે તે તેના પુત્રના લગ્નના બીજા જ દિવસે કામ પર પરત ફરી અને બધાની સામે તેની મહેંદી દેખાડવા લાગી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જાણીને નવાઈ લાગશે કે નીતુ બાળકો સાથે નહીં પણ એકલી રહે છે અને તેને એકલા રહેવું ગમે છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે મારૂ માનવું છે કે દિલમાં રખો માથે ન ચડો. જ્યારે રિદ્ધિમા રોગચાળા દરમિયાન મારી સાથે એક વર્ષ સુધી રહી, ત્યારે હું ખૂબ તણાવમાં હતી કારણ કે તે પાછી જઈ શકતી ન હતી. મને બેચેની થતી, હું તેને કહેતી, તું અહીંથી જા, ભરત એકલો છે. હું તેને મારી જાતે જ મોકલી રહી હતી, કારણ કે મને પ્રાઈવેસી ગમે છે અને તે પસંદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp