આ કારણોસર નેહા ધૂપિયાએ છ મહિના સુધી છૂપાવી પ્રૅગનન્સિની વાત

PC: twitter.com/NehaDhupia

નેહા ધૂપિયા અને અંગદ બેદીએ 10 મી મેનાં રોજ દિલ્હીમાં ગૂપચૂપરીતે લગ્ન કરી લીધા હતાં. અચાનક લગ્નનાં સમાચાર સામે આવતાં નેહા અને અંગદનાં ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. આ અંગે સમાચાર મળ્યાં છે કે પ્રેગનેન્સીને કારણે અંગદે નેહા સાથે લગ્ન કરી લીધા હતાં. ત્યારબાદ નેહા અને અંગદે સામે ચાલીને પોતાનાં પહેલાં બાળકનાં આવવાનાં સમાચાર જાહેર કર્યા છે. આ વાતનો ખુલાસો નેહા-અંગદે સોશિયલ મીડિયા પર કર્યો હતો. નેહા અને અંગદનાં ઘણાં ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર ચર્ચામાં રહ્યાં. આ ફોટોઝમાં નેહા બેબી બમ્પ સાથે નજર આવી હતી. ફોટામાં નેહાની સાથે અંગદ બેદી પણ છે.

 
 
View this post on Instagram

Here’s to new beginnings ... #3ofUs .... 🤰👼 #satnamwaheguruੴ

A post shared by Neha Dhupia (@nehadhupia) on

પોતાની પ્રેગનેન્સી છૂપાવવા અંગે સ્પષ્ટતા કરતાં નેહાએ કહ્યું હતું કે, મને ડર હતો કે ક્યાંક લોકો મને કામ આપવાનું બંધ ના કરી દે. આ એક સારી વાત હતી કે છ મહિના સુધી બેબી બમ્પનાં દેખાયું. મારું એનર્જી લેવલ ખૂબ જ હાઈ છે, જેને કારણે મને કોઈ તકલીફ ન પડી. પ્રેગનેન્સી દરમિયાન મોટાભાગે મહિલાઓ રજા લઈ લેતી હોય છે, પરંતુ મારી ચોઈસ અલગ છે. મારું માનવું છે કે, પ્રેગનેન્સીમાં પણ મહિલાઓએ પોતાની નોર્મલ લાઈફ જીવવી જોઈએ અને એ કરવું જોઈએ જે ક્યારેય ન થયું હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp