નીતા અંબાણીના ગુરુનો ખુલાસો, આ મંત્ર બોલવાથી મુંબઈ ઈન્ડિયન્સ બન્યું IPL ચેમ્પિયન

PC: mid-day.com

રોમાંચકરીતે IPL 2019ની ટ્રોફી મુંબઈ ઈન્ડિયન્સે પોતાના નામે કરી લીધી. 12 મેના રોજ રમાયેલી ફાયનલ મેચમાં રોહિતની કેપ્ટનશિપવાળી મુંબઈ ઈન્ડિયન્સે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી હતી. જોકે, આ મેચ જીતવી મુંબઈ ઈન્ડિયન્સ માટે સરળ નહોતી અને સમગ્ર મેચમાં ચેન્નાઈનું પલડું ભારે રહ્યું હતું. મુંબઈના 149 રનના લક્ષ્ય સામે ચેન્નાઈએ 1 વિકેટ ગુમાવીને 69 રન બનાવી લીધા હતા અને તે જીત તરફ સરળતાથી આગળ વધી રહ્યું હતું. છેલ્લી ઓવરમાં પણ વોટસન અને જાડેજાની હાજરીમાં ચેન્નાઈએ 9 રન બનાવવાના હતા, જે સરળ લાગી રહ્યા હતા.

પરંતુ, છેલ્લી બોલમાં અચાનક પાસો પલટાયો અને છેલ્લી બોલ પર મુંબઈએ ચેન્નાઈને હરાવીને ચોથીવાર ટ્રોફી પોતાના નામે કરી લીધી.

 
 
 
View this post on Instagram

Her secret mantra 🤗😋 #nitaambani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ દરમિયાન મેચમાં ટીમની માલિક નીતા અંબાણી પ્રાર્થના કરતી દેખાઈ હતી, અને આ વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ત્યારબાદ લોકોએ તેમને પૂછવાનું શરૂ કરી દીધું કે નીતા અંબાણી કયો મંત્ર બોલે છે, જેને કારણે તેની ટીમ જીતી જાય છે.

ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના પારિવારિક ગુરુ પંડિત ચંદ્રશેખર શર્માએ મંત્રથી લઈને ટીમના પૂજા-પાઠ વિશે સારી વાતો અંગે ખુલાસો કર્યો છે. પંડિત ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, દરેક મેચ પહેલા મુંબઈની ટીમ ચંડી પાઠ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ફાયનલ મેચના દિવસે આખી મેચ દરમિયાન, ત્યાં સુધી કે મલિંગા દ્વારા છેલ્લી બોલ ફેંકવા સુધી આ પૂજા કરવામાં આવી. પંડિત ચંદ્રશેખર શર્માના જણાવ્યા અનુસાર, ચંડી પાઠ ભાગ્ય બદલવા માટે કરવામાં આવે છે. તે તમને તાકાત અને કંઈક સારું કરવાની શક્તિ આપે છે.

 
 
 
View this post on Instagram

Blessed #nitaambani 🙏🙏🙏

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ ઉપરાંત તેમણે નીતા અંબાણીની પ્રાર્થના અને મંત્રો વિશે જણાવતા કહ્યું હતું કે, તે એક રહસ્ય છે, જેને કોઈને જણાવી ના શકાય. તેમણે કહ્યું હતું કે, જ્યારે તમે કોઈ બાબતને દિલથી ઈચ્છો તો તે તમને ચોક્કસ મળે જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp