અંબાણી ફેમિલીએ જવાનો સાથે સેલિબ્રેટ કરી આકાશ-શ્લોકાના લગ્નની ખુશી, જુઓ વીડિયો

PC: twitter.com

દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણીએ આકાશ અને શ્લોકાના લગ્નના સેલિબ્રેશન પ્રસંગે ઈન્ડિયન આર્મી, નેવી, પેરામિલિટ્રી ફોર્સ, મુંબઈ પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સના લોકો અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા.

આકાશ-શ્લોકાના આ વેડિંગ સેલિબ્રેશનમાં મુકેશ અને નીતા અંબાણીનો પરિવાર અને મિત્રો સામેલ થયા હતા. આ ઉપરાંત, વંચિત બાળકો, અનાથાલય અને વૃદ્ધાશ્રમના લોકોને પણ આ આયોજનમાં સામેલ થવા માટે ઈન્વાઈટ કરવામાં આવ્યા હતા.

સેલિબ્રેશન દરમિયાન નીતા અંબાણીએ કહ્યુ હતુ કે- અમે ખુબ જ ખુશ છીએ અને પોતાને સન્માનિત અનુભવી રહ્યા છીએ કારણ કે, શહેર અને રાષ્ટ્રના સંરક્ષક આ ઉત્સવમાં સામેલ થયા છે.

આ ઉપરાંત તેમણે કહ્યુ હતુ કે, આ અમારા માટે એક ભાવનાત્મક અને ખુશીનો અવસર છે. દેશના હીરો આકાશ અને શ્લોકાને પોતાનો આશીર્વાદ આપવા માટે આવ્યા, તમારો આભાર.

સેલિબ્રેશન દરમિયાન એક્ટ્રેસ મોની રોયે મોહે પનઘટ પે નંદલાલ... ગીત પર શાનદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp