ઓનલાઈન લીક થઈ શાહરુખ ખાનની 'પઠાણ' ફિલ્મ, નિર્માતાઓને લાગ્યો મોટો ઝટકો

PC: aajtak.in

શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ' આજે સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે અને ઓપનિંગ ડે પર જ ફિલ્મે ભારી કમાણી કરી લીધી છે. જોકે મળેલા રિપોર્ટ પરથી ખબર પડી છે કે ફિલ્મે ઓપનિંગ વીકેન્ડના એડવાન્સ બુકિંગથી જ 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. જોકે બોલિવુડ હોય કે હોલિવુડ દુનિયાની કોઈ પણ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રી, દરેક ફિલ્મ નિર્માતા અને ફિલ્મ સાથે જોડાયેલી આખી ટીમનો સૌથી મોટો દુખાવો હોય છે, ફિલ્મનું ઓનલાઈન લીક થવું અને આખરે એસઆરકે અને દીપિકા પાદુકોણની 'પઠાણ' પણ પાઈરસની શિકાર થઈ ગઈ છે અને ઓનલાઈન લીક થઈ ગઈ છે.

'પઠાણ'ના નિર્માતાઓ અને શાહરુખ ખાન સહિત કાસ્ટના લોકો દ્વારા ફિલ્મને સિનેમાઘરોમાં જઈને જોવા અને પાઈરસી ન કરવા માટેની અપીલ પછી પણ 'પઠાણ' ઓનલાઈન લીક થઈ ગઈ છે. ફિલ્મ ઘણી પાઈરસી વેબસાઈટ પર કેમેરો તથા ડીવીડી રિપ ફોર્મેટમાં અપલોડ કરવામાં આવી છે. 'પઠાણ' ફિલ્મ કથિત રીતે ફિલ્મીઝીલા, ફિલ્મી4વેપ અને તમિલરોકર્સ જેવી પાઈરસી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી રહી છે.

ગેજેટ્સ360એ જાણ્યું કે ફિલ્મીઝીલા પર આ ફિલ્મ ડીવીડીરીપ ફોર્મેટમાં લિસ્ટ કરવામાં આવી છે જ્યારે ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે ફિલ્મીઝીલા પર આ કેમરિપ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. હાલમાં જ નિર્માતા યશરાજ ફિલ્મ્સે ફેન્સના સિનેમાઘરોમાં ફિલ્મ જોવાનો આગ્રહ કર્યો હતો અને તેને મોટા પડદાં પરથી રેકોર્ડ કરવામાં આવેલા લીક ફુટેજ વિરુદ્ધ ચેતવણી પણ આપી હતી. યશરાજ ફિલ્મ્સે ટ્વીટ કરીને લખ્યું કે સૌથી મોટા એક્શન ડ્રામા માટે તૈયાર છો. બધાને વિનમ્ર અનુરોધ છે કે કોઈ પણ વીડિયો રેકોર્ડ કરવા, તેને ઓનલાઈન શેર કરવા અને કોઈ પણ રીતના સ્પોઈલર આપવાથી બચવું જોઈએ. 'પઠાણ'નો અનુભવ માત્ર સિનેમાઘરોમાં.

જ્યારે બીજ તરફ ફિલ્મના સ્ટાર પાત્ર શાહરુખ ખાને પણ ફેન્સથી 'પઠાણ'ને સિનેમાઘરોમાં જોવા જવાનો અનુરોધ કર્યો છે. આ સિવાય અન્ય કેટલાંક દિગ્ગજોએ પણ પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા ફેન્સને પાઈરસીથી બચવાની અને ફિલ્મને સિનેમાઘરમાં જઈને જોવાનો અનુરોધ કર્યો છે. પાઈરસી કરવી અને તેને વધારો આપવો કાયદાકીય ગુનો છે. 'પઠાણે' તેના રીલિઝ પહેલા જ ઘણા બધા રેકોર્ડ્સ પોતાના નામ પર કરી લીધા છે. 'પઠાણ' 'બાહુબલી 2' પછીની સૌથી વધારે એડવાન્સ બુકિંગ કરાયેલી ફિલ્મ બની ગઈ છે.

પહેલા શોના હિટ જવા પછી સિનેમાઘરો દ્વારા ફિલ્મના 300 શો વધારી દેવામાં આવ્યા છે. ટ્રેડ એક્સપર્ટે પોતાના ટ્વીટ દ્વારા જણાવ્યું કે સ્ક્રીન કાઉન્ટના મામલામાં 'પઠાણ' સૌથી હિન્દી ફિલ્મ બની ગઈ છે. 'પઠાણ'ની પાસે દુનિયાભરમાં 8000 સ્ક્રીન્સ છે, જેમાંથી 5500 સ્ક્રીન ભારતમાં અને 2500 સ્ક્રીન્સ વિદેશમાં છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp