મજૂરોને ગનીભાઇએ તેમના ફાર્મમાં આપી જગ્યા, બોલ્યા- આ માત્ર સરકારનું કામ નથી

PC: etimg.com

બોલિવુડ કલાકારો કોરોના વાયરસને કારણે ફસાયેલા ગરીબ પરિવારોને મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. તો એવામાં સાઉથના જાણીતા અને ગનીભાઈથી બોલિવુડમાં પણ નામ બનાવનાર અભિનેતા પ્રકાશ રાજે દૈનિક મજૂરી કરતા મજૂરો માટે ખૂબ જ સુંદર કામ કર્યું છે. પ્રકાશ રાજે તેમના જન્મ દિવસના અવસરે દિહાડી મજૂરોને તેમના ફાર્મ હાઉસમાં રહેવા માટે જગ્યા આપી છે. આ વાતની જાણકારી તેમણે ટ્વીટર પર આપી છે. એક પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું કે, આ માત્ર સરકારની જવાબદારી નથી, બલ્કે આપણી પણ જવાબદારી છે. પ્રકાશ રાજના આ પગલાથી લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને સાથે જ લોકોએ પણ જરૂરિયાતમંદોની મદદ કરવાનો સંકલ્પ લીધો છે.

પ્રકાશ રાજે તેમની પોસ્ટમાં લખ્યું કે, આજે મારા જન્મદિવસના અવસરે મેં આ કામ કર્યું છે. પોંડીચેરી સ્થિત મારા ફાર્મ પર મેં 11 મજૂરોને રહેવા માટે સ્થાન આપ્યું છે. આ માત્ર સરકારની જ નહીં પણ આપણી પણ જવાબદારી છે. ચાલો માનવતાની ઉજવણી કરીએ અને સાથે મળીને આ મહામારીની સામે લડાઈ લઈએ.

જણાવી દઈએ કે, આ પહેલા પણ પ્રકાશ રાજ ઘણાં અવસરોએ ગરીબ લોકોની મદદ કરતા આવ્યા છે. તેમણે પોતાના ફાર્મ, પ્રોડક્શન હાઉસ અને ઘરના સ્ટાફને એડવાન્સમાં પગાર આપી દીધો. તેમણે સોશિયલ મીડિયા પર લોકો સાથે વાત શેર કરતા કહ્યું હતું કે, તે અહીંયા જ નથી થોભી જવાના, તેઓ આગળ પણ તેમનાથી જેટલું થશે તેટલી મદદ કરતા રહેશે.

જણાવી દઈએ કે, ભારત સરકારે પણ ગરીબ લોકો માટેના રાહત પેકેજનું એલાન કરી દીધું છે. ભારત સરકાર ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાની મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp