પ્રિયાના સોન્ગે ખરેખર ધાર્મિક લાગણી દુભાવી છે? આ રહ્યું ટ્રાન્સલેશન

PC: hindustantimes

મલાયલમ મૂવી 'ઓરુ આદર લવ' ફિલ્મના ગીતમાં નયન મટક્કા કરનારી પ્રિયા વારીયરની સિકવન્સને લઈ મુસ્લિમ સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સોન્ગના શબ્દો અને તેના પિક્ચરાઈઝેશન વચ્ચે કોઈ તાલમેલ ન હોવાનું મુસ્લિમ સમાજે જણાવ્યું છે. સોન્ગના શબ્દો મુસ્લિમ સમાજને આહત કરે છે કે કેમ તે પ્રશ્ન છે પરંતુ ઈસ્લામ ના મહાન હઝરત પયગ્મ્બર મહોમ્મદ સાહેબ અને જેને મુસ્લિમો ઉમ્મતની માનો ખિતાબ આપે છે તેવા હઝરત ખદીજા વચ્ચેના પ્રસંગનું નિરૂપણ કરે છે. સોન્ગ દ્વારા ધાર્મિક લાગણી દુભાતી હોવા અંગે ફિલ્મના ડાયરેકટર સહિત સંબંધિત તમામની વિરુધ્ધમાં પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. અત્રે જણાવી દઈએ કે ગીત અને ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો મુસ્લિમ કોમ્યુનિટી સાથે સંકળાયેલા છે. 

મનિક્કા મલારીયા પૂવી સોન્ગનું ગુજરાતી અનુવાદ અહી શબ્દશ:  કરવામાં આવ્યો છે.  

મનિક્કા મલારીયા પૂવી
મોતીના ફૂલ જેવી છોકરી

મહાથાયમ કા ખદીજ બીવી
માનનીય ખદીજા બીબી(ર.અ)

મક્કાયેન્ના પૂન્યા નાતીલ
પૂણ્ય ભૂમિ મક્કામાં રહે છે

વિલાસીદમ નારી
રાણી જેવી નારી

મનિક્કા મલારીયા પૂવી
મોતીના ફૂલ જેવી છોકરી

મહાથાયમ કા ખદીજા બીવી
માનનીય ખદીજા બીબી(ર.અ)

મક્કાયેન્ના પૂન્યા નાતીલ
પૂણ્ય ભૂમિ મક્કામાં રહે છે

વિલાસીદમ નારી
રાણી જેવી નારી

હાતીમુન્યાબેયે વિલુચી
તેમણે પયગમ્બર સાહેબને અંતિમ સંદેશાવાહક કહ્યા

કાચા વંદેથન આચુ,
વ્યાપાર માટે આવતા હતા

કંદા નિરમ ખલીનુ લીલ,
અને પ્રથમ દ્રષ્ટિ ફેંકી

અને દિલ બોલી ઉઠ્યું મહોમ્મદ, મહોમ્મ્દ
તેના કલ્બ (હૃદય) તેમને ઇચ્છતા હતા

કાચ્છવર્દમ કાઇનજ
તેમના પર ઈશ્વરના આશિર્વાદ છે

મુથરસુલુલ્લાહ વાનન
પયગમ્બર સાહેબ પાછા ફર્યા

કલ્યાણ આઆલોજાનિક્યય
કલ્યાણ કરવા માટે

બીવી થુનિજ.. બીવી થુનીજ ..
અને બીબી સાથે લગ્ન કરવા

મનિક્કા મલારીયા પૂવી
મોતીના ફૂલ જેવી છોકરી

મહાથાયમ કા ખદીજા બીવી
માનનીય ખદીજા બીબી(ર.અ)

મક્કાયેન્ના પૂન્યા નાતીલ
પૂણ્ય ભૂમિ મક્કામાં રહે છે

વિલાસીદમ નારી
રાણી જેવી નારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp