26th January selfie contest

રાખી સાવંતે રામદેવની તુલના કોરોના સાથે કરી, બોલી- કભી આતા હૈ તો કભી છૂપ જાતા હૈ

PC: zeenews.india.com

બોલિવુડ એક્ટ્રેસ રાખી સાવંતને કોન્ટ્રોવર્સી ક્વીન પણ કહેવામાં આવે છે. રાખી રોજ કોઈના કોઈ કારણોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ રાખી ઈન્ડિયન આઈડલમાં ભાગ લેવાની વાતને લઈને ચર્ચામાં આવી છે. આ પહેલા મીકા સિંહ સાથે થયેલી મુલાકાત અને પોતાના મસ્તાની લુક માટે ચર્ચામાં હતી. હવે એક વખત ફરીથી રાખી પોતાના સ્ટેટમેન્ટને લઈને લાઈમલાઈટનો હિસ્સો બની ગઈ છે. અસલમાં છેલ્લા કેટલાંક દિવસોથી એલોપેથી વિરુદ્ધ અવાજ ઉઠાવવાને લઈને યોગ ગુરુ રામદેવ ચર્ચામાં આવી ગયા હતા. હવે રાખીએ તેમની પર તંજ કસ્યો છે અને મજાક મજાકમાં એવી વાત કહી દીધી છે જે ઘણી ચર્ચામાં આવી ગઈ છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

રાખી સાવંતની ગણતરી એ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે જે પોતના બિન્દાસ અંદાજ અને બોલ્ડપણાને લીધે જાણીતી છે. રાખી દરેક મુદ્દાને લઈને ખુલીને બોલે છે. પછી તે વિવાદનું પાત્ર કેમ ન બની જાય. તેની તેને કોઈ ચિંતા રહેતી નથી. હાલમાં જ રાખી સાવંતનો એક વીડિયો ઘણો વાયરલ થયેલો જોવા મળે છે. જેમાં તે કોરોનાની તુલના રામદેવ સાથે કરતી જોવા મળે છે. અસલમાં સેલિબ્રિટી ફોટોગ્રાર વિરલ ભાયાનીએ પોતાના અકાઉન્ટ પર રાખીનો આ વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકશો કે રાખી પોતાની ગાડી પાસે ઉભેલી જોવા મળે છે અને ફોટોગ્રાફર્સ સાથે વાતચીત દરમિયાન કોરોના વાયરસની સરખામણી રામદેવ સાથે કરતી જોવા મળે છે. બસ પછી શું, જેવોજ વીડિયો સામે આવ્યો તરત જ વાયરલ થઈ ગયો. રાખી કહે છે, માય ગોડ યે કોરોના હે ના.. કોરોના બિલકુલ રામદેવ જી કી તરહ હૈ. કભી આતા હૈ તો કભી છૂપ જાતા હૈ ઓર ફીર કભી બહાર નિકલ જાતા હૈ. સોશિયલ મીડિયા યુઝર્સ રાખીના આ વીડિયો પર બરાબરના રિએક્શન આપી રહ્યા છે. કેટલાંકે રાખીની વાતને સાચી કહી હતી તો કેટલાંકે તેની પર જોક્સ બનાવ્યા હતા.

જણાવી દઈએ કે કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે રાખી પૂરી સાવધાની રાખતી જોવા મળે છે. રાખી છેલ્લે બિગ બોસ 14માં જોવા મળી હતી. જેમાં તે ટોપ 5 માં પહોંચી હતી પરંતુ પછી 15 લાખ રૂપિયા લઈને શોમાંથી નીકળી ગઈ હતી. તે ટૂંક સમયમાં ઈન્ડિયન આઈડલ 12માં પણ જોવા મળવાની છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp