VIDEO: રેસલરને ચેલેન્જ આપવી ભારે પડી રાખીને, પહોંચી હોસ્પિટલમાં

PC: youtube.com

કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત પંચકૂલાના તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં આયોજિત CWE રેસલિંગ પ્રોગ્રામમાં ઈજાગ્રસ્ત થઈ ગઈ છે. તેની કમરમાં ઈજા થઈ છે. તેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આખી ઘટનાની વાત કરવામાં આવે તો એક દિવસીય CWE ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય ખેલાડી ધ ગ્રેટ ખલી સહિત ઘણા મોટા રેસલર આવ્યા હતા. ચેમ્પિયનશિપ દરમિયાન જ્યારે મહિલા રેસલર રોબેલ રિંગમાં આવી તો તેણે પંચકૂલાની મહિલાઓને લલકાર આપી હતી.

રોબેલે ચેલેન્જ આપતા કહ્યું કે જો પંચકૂલાની કોઈ પણ મહિલામાં દમ હોય તો તે તેની સાથે રેસલિંગ કરે. રોબેલની ચેલેન્જને સ્વીકારીને રાખી સાવંત રિંગમાં પહોંચી હતી. રાખીએ રોબેલને કહ્યું કે પહેલાં તે તેની ચેલેન્જને પૂરી કરે. રાખીએ તેની સામે ડાન્સની ચેલેન્જ મૂકી. ચેલેન્જ અનુસાર રોબેલે એક ગીત પર રાખી સાથે ડાન્સ કર્યો પરંતુ જેવું ગીત પૂરું થયું કે રોબેલે રાખીને ખભા પર ઊંચકીને જોરથી નીચે પટકી હતી. જેનાથી રાખીને ઈજા થઈ હતી અને તેને જીરકપુરની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp