આ તારીખે રણવીર-દીપિકા કરશે લગ્ન

PC: cinestaan.com

ફાઇનલી જેની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી, તેનો જવાબ મળી ગયો છે. દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહની લગ્નની તારીખની જાહેરાત થઈ ગઈ છે. રિપોર્ટ્સ મુજબ બંને આ વર્ષે 19 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાશે તેવું કહેવામાં આવે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ તારીખ ફાઇનલ છે તેવું પણ કહેવામાં આવે છે.

બંને મુંબઈમાં જ લગ્ન કરે તેવી વાત સામે આવી છે. એવી પણ ખબર આવી હતી કે બંનેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. પરંતુ તાજેતરમાં જ રણવીર અને દીપિકા કેટલીયવાર એકસાથે પાર્ટી અને હોલિડે એન્જોય કરતા જોવા મળી ચૂક્યા છે. આ સાથે જ હાલમાં જ જ્યારે દીપિકા કાન્સ દરમિયાન પોતાના દરેક આઉટફીટની તસવીર શેર કરતી હતી, ત્યારે રણવીર તેના દરેક ફોટોને લાઇક કરતો અને અને તે તમામ તસવીરો પર કમેન્ટ પણ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp