26th January selfie contest

રિચા ચઢ્ઢા ભારતીય સેના પર એવી ટ્વીટ કરી કે માફી માગવી પડી, તેમ છતા FIR થઇ

PC: instagram.com/therichachadha/

અભિનેત્રી રિચા ચઢ્ઢાના ગલવાન અને ભારતીય સેના અંગેના નિવેદનને લઈને હોબાળો મચી ગયો છે. બોલિવૂડ ફિલ્મમેકર અશોક પંડિતે રિચા ચઢ્ઢા વિરુદ્ધ મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે અભિનેત્રી રિચાએ ભારતીય સેનાનું અપમાન કર્યું છે અને તેની મજાક ઉડાવી છે, ખાસ કરીને તે સૈનિકો જેઓ ગલવાન ઘાટીમાં દેશની રક્ષા કરતા શહીદ થયા છે. આ ગુનાહિત કૃત્ય છે અને આ મામલે કોઈપણ ભોગે FIR દાખલ થવી જોઈએ. જણાવી દઈએ કે રિચા ચઢ્ઢા પોતાના નિવેદન માટે પહેલા જ માફી માંગી ચૂકી છે.

અશોક પંડિતે ફરિયાદમાં બીજું શું લખ્યું છે? અશોક પંડિતે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, 'રિચા ચઢ્ઢાએ ગાલવાન પર પોતાના નિવેદન દ્વારા માત્ર ભારતીય સેનાની મજાક ઉડાવી નથી, પરંતુ શહીદોના પરિવારોનું પણ અપમાન કર્યું છે.'

અશોક પંડિતે કહ્યું, આ રાજદ્રોહ જેવું કૃત્ય છે. રિચા ચઢ્ઢા વિરુદ્ધ ભારત અને સુરક્ષા દળો વિરુદ્ધ ષડયંત્ર રચવા બદલ FIR થવી જોઈએ. આ સાથે એ પણ તપાસ થવી જોઈએ કે રિચા સાથે અન્ય કઈ કઈ રાષ્ટ્ર વિરોધી શક્તિઓ છે.

અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન પર કટાક્ષ કર્યો હતો, જેમાં એમણે કહ્યું હતું કે જ્યારે પણ ભારત સરકાર આદેશ આપશે, ત્યારે સેના પીઓકે પર કાર્યવાહી કરવા તૈયાર છે. રિચા ચઢ્ઢાએ ટોણો મારતા લખ્યું - 'ગલવાન ગલવાન સેઝ હાય.' અભિનેત્રીના આ નિવેદન પર લોકો ગુસ્સે થઈ ગયા અને તેના પર વિવાદ ઉભો થયો.

રિચા ચઢ્ઢાએ પાછળથી પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું અને માફી માંગતા લખ્યું કે તેનો ઈરાદો સેના કે સૈનિકોને દુઃખ પહોંચાડવાનો નહોતો. તેના નાના પોતે સેનામાં હતા અને ભારત-ચીન યુદ્ધમાં તેમને ગોળી ખાધી હતી, તેથી તે સૈનિકો અને તેમના પરિવારોનું દર્દ સમજે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp