સલમાન ખાને રૂ. 5 કરોડનો ઘોડો ખરીદવા ઈચ્છા દર્શાવી, માલિકે આપ્યો આ જવાબ

PC: aajtak.in

કહેવાય છે કે, શોખ બડી ચીજ હૈ. વ્યક્તિ પોતાના શોખ માટે ક્યારેક ખિસ્સા સામું જોતો નથી. તો ક્યારેક શોખ પ્રત્યેના લગાવને કારણે કરોડો રૂપિયા પણ જતા કરી દે છે. એમાં પણ જ્યારે પશુ પ્રેમની વાત આવે ત્યારે રકમ ગૌણ બની જાય છે. અનેક એવા કિસ્સા છે જેમાં પશુઓ માટે માલિકોએ કરોડો રૂપિયા ફગાવી દીધા હોય. આવો જ એક કિસ્સો પંજાબ રાજ્યના ફરિદાબાદમાંથી સામે આવ્યો છે.  પંજાબના ફરીદકોટમાં આયોજીત અશ્વમેળામાં રૂ.5 લાખથી લઈને રૂ.5 કરોડ સુધીના ઘોડા જોવા મળ્યા હતા. જેમાં કેટલાક ખાસ પ્રકારના ઘોડા પણ હતા. જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. આ મેળામાં દેવ નામના ઘોડાએ પણ ભાગ લીધો હતો. જેને ખરીદવા માટે બોલિવુડ સ્ટાર સલમાન ખાને કરોડો રૂપિયાની ઓફર ઘોડાના માલિકને આપી હતી. પણ ઘોડાના માલિકે આ ઓફર ફગાવી દીધી હતી.

આ મેળામાં દેવરાજ ઘોડા પર મોટાભાગના લોકોની નજર હતી. આ ઘોડાના માલિક અમનદીપ સન્ની ગીલે કહ્યું હતું કે, દેવ પહેલા પાંચ બાળકો ઈન્ડિયન ચેમ્પિયનશીપમાં વિજેતા થયા છે. તેમણે એવું કહ્યું કે, દેવને ખરીદવા માટે અનેક ઘોડા પ્રેમીઓએ બ્લેંક ચેક ઓફર કર્યા છે. પણ માલિકે આ ઘોડો વેચ્યો નથી. દેવને અમે એક શોખથી પાળ્યો છે અને તેનું ધ્યાન રાખીએ છીએ. આ મેળામાં શ્રેષ્ઠ કહી શકાય એવા 300 બ્રીડના ઘોડાએ ભાગ લીધો હતો. પંજાબ સિવાય પણ રાજસ્થાનના જયપુર, અજમેરમાંથી પણ અહીં ઘોડા વેચાણ માટે આવ્યા છે. આ ઘોડાની કિંમત પણ ચોંકાવનારી છે. આ મેળામાં રૂ.5 લાખથી લઈને રૂ.5 કરોડ સુધીના ઘોડા પ્રાપ્ય હતા. આ મેળામાં ચાંદી, મારવાડે અને નુકરા બ્રીડના ઘોડા સૌથી વધું આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ફરિદકોટમાં ગોવિંદસિંહ હોર્સ બ્રીડ સોસાયટી તરફથી આયોજીત આ મેળામાં અશ્વશૉનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પંજાબ સરકાર તરફથતી આયોજીતઆ મેળાનો હેતું પશુ પાલકોને વેગ આપવાનો અને પશુઓના બ્રીડમાં યોગ્ય સુધારા કરવાનો રહ્યો છે.

 

પંજાબ સરકારના સલાહકાર અને ફરીદકોટના ધારાસભ્ય કુશલદીપસિંહ ઢિલ્લોએ આ સમગ્ર મેળાનું આયોજન કર્યું હતું. આ સિવાય આકર્ષણનું કેન્દ્ર રહેલા દેવ અને પરમવીર નામના બે ઘોડા, જેના માલિકને સલમાન ખાને ઘોડા ખરીદવા માટેની ઓફર કરી હતી. પણ બંનેએ આ ઓફર ફગાવી દીધી હતી. આ સિવાય પણ અનેક લોકોએ દેવને ખરીદવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. પણ માલિકો દેવને વેચવા માગતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp