સલમાને માર્કર ઉઠાવીને પોતાના જેકેટ પર કર્યું કંઈક એવું, જે જોઈને કહેશો WOW!

PC: hindustantimes.com

બોલિવુડનો સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ 'રેસ-3'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર અને જેક્લીન સાથેનો તેનો ડાન્સ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. પાંચ દિવસ પહેલા લોન્ચ થયેલા આ ગીતને અત્યાર સુધીમાં 23 મિલીયનથી વધુ વ્યૂઝ મળી ગયા છે.

આ ગીતમાં સલમાને ડેનિમ જેકેટ પહેરેલું જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જેકેટને સલમાન ખાને પોતાના હાથેથી પેઈન્ટ કર્યું છે. સલમાનનો પેઈન્ટિંગ અંગેના પ્રેમને સૌ જાણે છે.  આ જેકેટને ડિઝાઈન કરનારા ડિઝાઈનર એલ્શે રેબેલોએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં સલમાન ખાન પોતાની ડેનિમ જેકેટ પર પેઈન્ટ કરી રહેલો જોવા મળે છે. તેણે કહ્યું સલમાને જાતે તેને પેઈન્ટ કર્યું છે. આ જેકેટ સ્પ્લેશ ફેશનનું છે, જ્યારે સલમાનની સ્ટાઈલિંગ તેની બહેન અલવિરા ખાન અને એશ્લે રેબેલોએ કરી છે.

ફરીથી એક વખત સલમાન અને જેક્લીનની જોડી 'રેસ-3'માં સાથે પોતાનો જલવો પતાવશે. તેની પહેલા ફિલ્મ કીકમાં ધમાલ મચાવી ચૂક્યા છે. આ ફિલ્મનું 'જુમ્મે કી રાત' ગીતને લોકોએ ઘણું પસંદ કર્યું હતું. 'રેસ-3'માં સલમાન જેક્લીન, અનિલ કપૂર, બોબી દેઓલ, ડેઈઝી શાહ અને સાકિબ સાલીમ જેવા કલાકારો જોવા મળશે. ફિલ્મ ઈદ પર રીલિઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp