સતીશ કૌશિક લઈને આવી રહ્યો છે ‘તેરે નામ 2’, ફરી રાધેનો રોલ પ્લે કરશે સલમાન

PC: bollywoodlife.com

સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામ’ને રીલિઝ થયાને 15 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. સામાન્યરીતે કોઈપણ ફિલ્મમાં દર્શક હેપ્પી એન્ડિંગ જોવાનું પસંદ કરે છે. પરંતુ સલમાનની આ ફિલ્મે બધાને અંતમાં રડાવ્યા હતા. આ ફિલ્મ બાદ સલમાનની હેર સ્ટાઈલ ખૂબ જ પોપ્યુલર થઈ હતી અને મોટાભાગના યુવાનો રાધે જેવા દેખાવા માગતા હતા. ફિલ્મના ડિરેક્ટર સીતશ કૌશિક, ‘તેરે નામ’ની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Agar dikhana hai, beat karna hai, maarna hai, toh mehnat kar ke apna level badha ke kaam se maaro... nothing better than working hard...

A post shared by Salman Khan (@beingsalmankhan) on

રિપોર્ટ અનુસાર, સતીશ કૌશિકે ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મને ખબર છે કે લોકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. મારા મગજમાં તેને લઈને કંઈક ચાલી રહ્યું છે. પરંતુ મેં આ અંગે હજુ સલમાન સાથે કોઈ વાત કરી નથી. હાલ સલમાનની સાથે મારી જોડી ‘કાગઝ’ ફિલ્મ સુધી જ છે. જણાવી દઈએ કે, સતીશ કૌશિક ‘કાગઝ’ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યો છે. આ ફિલ્મમાં લીડ રોલ પંકજ ત્રિપાઠી પ્લે કરી રહ્યો છે.

‘તેરે નામ’ને લઈને સતીશ કૌશિકે કહ્યું હતું કે- આ ફિલ્મ મારા દિલની ખૂબ જ નજીક છે. હું સલમાનનો આભારી છું કે, તેણે મારા વિઝનને સપોર્ટ કર્યો. તેને નામ બાદ હું તેની સાથે કોઈએ ફિલ્મ ના બનાવી શક્યો. મને ખુશી છે કે, અમે ફરી એકવાર સાથે કામ કરી રહ્યા છીએ. ‘તેરે નામ’ની વાત કરીએ તો આ ફિલ્મ 2003માં રીલિઝ થઈ હતી. ફિલ્મમાં સલમાને રાધેનું કેરેક્ટર પ્લે કર્યું હતું. આ મુવીમાં સલમાન ખાને, પ્રેમમાં પાગલ વ્યક્તિનું કેરેક્ટર પ્લે કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp