માત્ર ફિલ્મો જ નહીં પણ આ 7 જગ્યાએથી કિંગ ખાન કરે છે કરોડોની કમાણી

PC: india.com

બોલિવુડના શાહરૂખ ખાન માત્ર એક્ટિંગમાં જ 'કિંગ' નહીં પણ કમાણીના મામલે પણ સૌથી 'રઈશ' છે. કિંગખાનનું નામ બોલિવુડના સૌથી ધનિક સેલેબ્સમાં લેવામાં આવે છે. ફિલ્મો સિવાય પણ એમની પાસે ઘણા એવા સ્ત્રોત છે જેમાંથી તે સારી એવી કમાણી કરી રહ્યા છે.

પ્રોફિટ શેરિંગઃ શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને સલમાન ખાન એવા એક્ટર્સ છે જે પોતાની ફિલ્મોની ફી સિવાય ફિલ્મના પ્રોફિટ શેરિંગમાં પણ ભાગ લે છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રોફિટ શેરિંગમાં એમની ટકાવારી 50થી 80 ટકા સુધીની હોય છે. આ પ્રકારના પ્રોફિટ શેરિંગથી કિંગ ખાનને સારી આવી કમાણી થાય છે.

રેડ ચીલીઃ રેડ ચીલી એન્ટરટેઈનમેન્ટમાં જુહી ચાવલા અને અજીજ મિર્ઝા કો-ઓર્નર છે. આ પ્રોડક્શન હાઉસની વાર્ષિક આવક 500 કરોડ રૂપિયાથી પણ વધારે છે. એમાં પણ કિંગખાનનો ભાગ અલગ છે.

કિડ્જેનિયાઃ આ કંપનીની કિંગ ખાન ન માત્ર એડ કરી રહ્યા છે પણ કંપનીમાં 26 ટકા પાર્ટનરશીપ પણ ધરાવે છે. અંગ્રેજી અખબારના રિપોર્ટ અનુસાર આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ રૂપિયાની આસપાસ છે.

કોલકાતા નાઈટ રાઈડર્સઃ સૌને ખબર છે કે, IPL ટુર્નામેન્ટમાં કોલકાતા નાઈટ રાઈડર્સ શાહરૂખ ખાનની ટીમ છે. આ ટીમમાં રેડ ચીલી પ્રોડક્શન હાઉસની 55 ટકા ભાગીદારી છે. આ પ્લેટફોર્મ પરથી શાહરૂખ ખાનને કરોડો રૂપિયાની કમાણી થાય છે.

એન્ડોર્સમેન્ટઃ શાહરૂખ ખાન ઘણી બધી વિદેશી બ્રાંડનું એન્ડોર્સમેન્ટ કરે છે. વ્યાપારી રિપોર્ટ અનુસાર આવી વિદેશી બ્રાંડના એન્ડોર્સમેન્ટ માટે થતા શુટિંગના એક દિવસના રૂ.3થી 4 કરોડ કિંગ ખાન વસુલે છે. એ પણ એડવાન્સમાં..

એવોર્ડ શૉઃ શાહરૂખ ખાન કેટલાય ફિલ્મ એવોર્ડની ઈવેન્ટને હોસ્ટ કરી ચૂક્યા છે. આવી ઈવેન્ટમાં તે અવારનવાર પર્ફોમ પણ કરે છે. એવું પણ જાણવા મળ્યું હતું કે, એક શૉ હોસ્ટ કરવાના તે 5 કરોડ રૂપિયા ચાર્જ લે છે.

લગ્ન પ્રસંગઃ કિંગ ખાન લગ્ન પ્રસંગે પર્ફોમ કરવાના પણ ચાર્જ લે છે. આવું તો તે વર્ષોથી કરી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર પોતાના પ્રાયવેટ ફંક્શન માટે તે 4થી 8 કરોડ રૂપિયા સુધીના ચાર્જ લે છે.

છેલ્લે તેની ફિલ્મ 'ઝીરો' ખરાબ રીતે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. પણ આ ગીતનું સંગીત અને ગીતે લાખો લોકોના દિલ જીતી લીધા હતા. બોલિવુડ રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, દીપિકા પાદુકોણ અને કિંગ ખાનની બીજી ફિલ્મ આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp