ત્રણ દિવસમાં 68,00,000થી વધુ વખત જોવાયું આ વીડિયો સોંગ, તમે જોયું કે નહીં?

પંજાબી સિંગર પરમીશ વર્માએ ફરીથી એક વખત YouTube પર ધમાલ મચાવી દીધી છે. પરમીશનું નવું સોન્ગ છટા 16 માર્ચના રોજ રીલિઝ થયું હતું અને 3 દિવસની અંદર વીડિયોને 62 લાખ જેટલાં વ્યૂઝ મળી ગયા છે. પરમીશ આ ગીતમાં એકલા રહેવાની વાત કરી છે અને કહે છે કે તે કોઈ ગર્લફ્રેન્ડ ન હોવાને લીધે તે મિત્રો સાથે ભરપૂર મસ્તી કરી શકે છે અને તેને કોઈ ટેન્શન નથી.

આમ પણ પંજાબી ગીતોનો YouTube પર સિક્કો ચાલે છે. પરમીશે થોડા સમય પહેલા પોતાના ગાલની કિડની સોન્ગ રીલિઝ કર્યું હતું અને જે ઘણું પોયુલર થયું હતું. પરમીશના ગીતની યેસપી તેનું યુથ કનેક્શન છે. પરમીશ જે રીતે વાતને ગીતમાં જણાવે છે, તેનાથી કોઈ પણ યુવાન પોતાને સરળતાથી કનેક્ટ કરી શકે છે. આ ગીતનું મ્યુઝીક દેશી ક્રુએ આપ્યું છે.

પરમીશ પંજાબી ફિલ્મોમાં પણ કામ કરે છે અને તેની રોકી મેન્ટલને YouTube પર એક કરોડથી વધુ વખત જોવામાં આવી છે. તેણે ઘણા પંજાબ મ્યુઝીક વીડિયો પણ બનાવ્યા છે. તે પંજાબના પટિયાલાનો રહેવાસી છે અને 2011માં તેણે પંજાબ બોલદા ફિલ્મ સાથે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp