જે કામ કોઈ ફિલ્મમેકર ના કરી શક્યું એ કામ આમીર ખાને કરી બતાવ્યું

PC: akm-img-a-in.tosshub.com

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાન ત્રિપૂટીની વાત આવે ત્યારે તેમની ફિલ્મના નામો પહેલા લેવામાં આવે છે. સલમાન, આમીર અને શાહરુખ એક સાથે ફિલ્મમાં કામ કરે તેવી ઈચ્છા તેમના ચાહકોને ઘણાં લાંબા સમયથી છે. સલમાન અને આમીર છેલ્લે ફિલ્મ અંદાજ અપના અપનામાં સાથે જોવા મળેલા. તો શાહરુખ અને સલમાન કરણ અર્જુનમાં એકસાથે મોટા પરદે દેખાયેલા. આમીર અને શાહરુખ આશુતોષ ગોવારિકરની ફિલ્મ પહેલા નશામાં કામ કરતા જોવા મળેલા.

જોકે, શાહરુખ અને સલમાન એમ તો નાની નાની ભૂમિકામાં એકસાથે મોટા પરદે જોવા મળી જ જાય છે. પરંતુ આમીર, સલમાન અને શાહરુખ ક્યારેય પણ એકસાથે ફિલ્મમાં કામ કરતા જોવા મળ્યા નથી. આ ખાન ત્રિપૂટી રજન શર્માના શો આપ કી અદાલતમાં એક સાથે સ્ટેજ શેર કરતા દેખાયેલા.

રિપોર્ટ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, 30 વર્ષમાં પહેલીવાર આ ત્રણેય ખાનો એક સાથે મોટા પરદે જોવા મળી શકે છે. આ ત્રણેય આમીરની આવનારી ફિલ્મ લાલ ચઢ્ઢામાં સાથે જોવા મળી શકે છે.

આમીરે તેની આ ફિલ્મમાં શાહરુખ અને સલમાન માટે ખાસ રોલ રાખ્યો છે. જે કોઈ મહેમાન ભૂમિકાવાળી નહિ હોય. બલ્કે, ફિલ્મની વાર્તા અનુસાર જરૂરી રહેશે. એક બાજુ શાહરુખે તેના આ ખાસ રોલ માટે સંમતિ આપી દીધી છે, તો સલમાનના જવાબની રાહ જોવાઈ રહી છે. આ બાબતે ઓફિશ્યિલ જાહેરાત પણ થઈ શકે છે.

આમીરની આ ફિલ્મ હોલિવુડ ફિલ્મ ફોરેસ્ટ ગંપની રિમેક છે. ઓરિજનલ ફિલ્મમાં મુખ્ય પાત્ર ટૉમ હેન્કે ભજવ્યું હતું. તે જ પાત્ર હિન્દી રિમેકમાં આમીર ખાન ભજવશે. તો અભિનેત્રી તરીકે કરીના કપૂર ખાનની પસંજગી કરવામાં આવી છે.

 
 
 
View this post on Instagram

Kya pata hum mein hai kahani, ya hain kahaani mein hum...

A post shared by Aamir Khan (@_aamirkhan) on

આ ફિલ્મનું નિર્દેશન સીક્રેટ સુપરસ્ટાર ફિલ્મ બનાવી ચૂકેલા ડાયરેક્ટર અદ્વૈત ચંદન કરશે. ફિલ્મનું પહેલું ટીઝર મોશન પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર રીલિઝ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp