શેહનાઝ ગિલે દુલ્હનના રૂપમાં કર્યું રેમ્પ ડેબ્યૂ, મૂસેવાલાના સોંગ પર કર્યો ડાન્સ

PC: khabarchhe.com

જાણીતી એક્ટ્રેસ અને ફેન્સની ફેવરિટ શેહનાઝ ગિલે રેમ્પ પર ડેબ્યૂ કર્યું છે. ડિઝાઇનર સામંત ચૌહાણ માટે એક સુંદર દુલ્હનના રૂપમાં બિગ બોસ ફેમ એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી હતી. શેહનાઝે લાલ રંગના ચણિયા ચોળી પહેર્યા હતા અને પોતાના ગ્રેસથી તેણે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

શેહનાઝ ગિલે સંપૂર્ણ કોન્ફિડેન્સ સાથે રેમ્પ વૉક કર્યું અને ખૂબ જ સુંદર પોઝ આપ્યા. શેહનાઝ ગિલે સિદ્ધુ મૂસેવાલાના સોંગ ‘સોહને લગ દે’ પર શો સ્ટોપરના રૂપમાં ડાન્સ પણ કર્યો અને લોકોનું દિલ જીતી લીધું હતું.

શેહનાઝ ગિલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વીડિયો શેર કરતા લખ્યું કે, ડેબ્યૂ વૉક કર્યું! સુપર ટેલેન્ટેડ ડિઝાઇનર સામંત ચૌહાણ માટે વૉક કર્યું. તેણે દર્શકોને તેમના પ્રેમ અને સમર્થન માટે આભાર પણ માન્યો. તેણે કહ્યું કે, મારા માટે તેને એકસ્ટ્રા સ્પેશિયલ બનાવવા માટે અમદાવાદના લોકોનો આભાર! તમારું આતિથ્ય અને પ્રેમ અતુલનીય છે. શેહનાઝ ગિલના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બિગ બોસના દિવસોમાં શેહનાઝની માસૂમિયત હંમેશાં સલમાન ખાનને પસંદ આવી હતી. 

View this post on Instagram

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

શેહનાઝે બિગ બોસ દરમિયાન પોતાના લાખો ફેન્સ બનાવ્યા હતા અને તેઓ આજે પણ શેહનાઝ ગિલને એટલો જ પ્રેમ અને સપોર્ટ કરે છે. શેહનાઝ ગિલ હાલમાં જ પંજાબી ફિલ્મ ‘હોસલા રખ’માં દિલજીત દોસાંજ સાથે નજરે પડી હતી. 30 ડિસેમ્બર, 2022ના રોજ રીલિઝ થનારી ‘કભી ઇદ કભી દિવાલી’ સાથે શેહનાઝ બોલિવુડમાં પોતાની શરૂઆત કરવા જઈ રહી છે. શેહનાઝ ગિલનો નવો વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

સામે આવેલા આ વીડિયોમાં શેહનાઝ ગિલ શૉ સ્ટોપર બનીને સ્ટેજ પર એન્ટ્રી મારે છે અને રેમ્પ વૉક કરતા તેનો કોન્ફિડેન્સ જબરદસ્ત નજરે પડે છે. તેના તુરંત બાદ જ શહનાજ ગિલ ડિઝાઇનર સામંત ચૌહાણ સાથે ફરી સ્ટેજ પર આવે છે અને ખૂબ નાચે છે.

શેહનાઝ ગિલના ચહેરા પર હાસ્ય અને તેનો જબરદસ્ત કોન્ફિડેન્સ જોઈને ત્યાં ઉપસ્થિત લોકો તેને ચીયરઅપ કરતા નજરે પડે છે. શેહનાઝ ગિલને રેમ્પ વોક કરતી જોઈને ફેન્સ સાતમા આસમાને છે. એક યુઝરે લખ્યું કે, સિદ્ધાર્થ શુક્લા આજે ખૂબ ખુશ હશે અને તે ઉપરથી જ પોતાની શેહનાઝ માટે ચીયરઅપ કરી રહ્યા હશે. તો એક યુઝરે લખ્યું છે, શેહનાઝનો જવાબ નથી. દરેક વસ્તુમાં તે બેસ્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp