આ વ્યક્તિના લીધે ‘બિગ બોસ’ વિનર શિલ્પા શિંદેને થયું 6 લાખનું નુકસાન

PC: twitter.com

રિયાલિટી શો ‘બિગ બોસ’ની 11મી સીઝનના વિજેતા ઉમેદવારની ફાઇનલી ગઈકાલે રાત્રે જાહેરાત કરી દેવામાં આવી હતી અને હોટ ફેવરિટ શિલ્પા શિંદેએ જ આ ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. ઘરમાં 105 દિવસ સુધી મુશ્કેલીભર્યા દિવસ બાદ 18 સ્પર્ધકોને પછાડીને શિલ્પા શિંદેએ આ વિવાદાસ્પદ રિયાલિટી શોને જીતી લીધો હતો અને ઈનામરૂપે શિલ્પા શિંદેને 44 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

‘બિગ બોસ’ની સીઝન 11ની શરૂઆત 1 ઓક્ટોબર 2017ના રોજ થઈ હતી. શોની શરૂઆતમાં 14 સ્પર્ધકો અને 4 પાડોશીઓને ઘરમાં એન્ટ્રી આપવામાં આવી હતી, જ્યારે ઢિંચેક પૂજાને શોની વચ્ચે જ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી હતી. ‘બિગ બોસ’ વિજેતા માટે આમ તો 50 લાખ રૂપિયાનું રોકડ ઈનામ હતું, પરંતુ શિલ્પાને 44 લાખ રૂપિયા જ મળ્યા હતા. વિકાસ ગુપ્તાને કારણે શિલ્પાની ઈનામી રકમ ઓછી થઈ ગઈ હતી.

વાત એવી છે કે, સીઝન 11ના છેલ્લા ટાસ્કમાં વિકાસ ગુપ્તાને ‘બિગ બોસ’ દ્વારા કેસ પ્રાઇઝ જીતવાની તક આપવામાં આવી હતી. આ ટાસ્કમાં વિકાસ ગુપ્તા 6 લાખ રૂપિયા જીતવામાં સફળ થયો હતો. ટાસ્કની શરૂઆતમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે, વિકાસ ગુપ્તા જેટલી રકમ જીતવામાં સફળ થશે, તેટલી રકમ વિનરને મળનારી રકમમાંથી કાપી લેવામાં આવશે. શોની શરૂઆતથી જ શિલ્પા અને હિના ખાનને મજબૂત દાવેદાર માનવામાં આવી હતી. જ્યારે પણ તેને બેઘર થવા માટે નોમિનેટ થતી ત્યારે તેને સૌથી વધુ વોટ્સ મળતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp