બહેને જણાવ્યું- સુશાંતે 29 જૂનના રોજ આ કામ કરવાનો પ્લાન બનાવ્યો હતો

PC: news18.com

બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કરી દીધી. તેમના નિધનથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે તેમના ફેન્સને પણ ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો. સુશાંત સિંહ રાજપૂત મામલે અભિનેતાના ફેન્સ સતત સોશિયલ મીડિયા પર CBI ઈન્વેસ્ટીગેશનની વાત કરી રહ્યા છે. તો બીજી તરફ સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક પોસ્ટ શેર કરી છે. શ્વેતા સિંહે સુશાંતના વ્હાઇટ બોર્ડ પર બનાવેલા પ્લાનનો એક ફોટો શેર કર્યો છે. જેને શેર કરી શ્વેતાએ લખ્યું કે, આ રૂટીન સુશાંત 29 જૂનથી અપનાવવાનો હતો.

સુશાંત સિંહ રાજપૂત 29 જૂનથી આ રૂટીન શરૂ કરવાના હતા, જેમાં લખ્યું હતું, સવારે વહેલા ઉઠીને પોતાનો બેડ બનાવવો, પુસ્તકો વાંચવા, સીરિઝ અને ફિલ્મો જોવી, ગિટાર શીખવું, વર્કઆઉટ કરવું, મેડિટેશન કરવું, પોતાના આસપાસને સાફ અને સ્વચ્છ રાખવું, યાદ કરો, પ્રેક્ટિસ કરો અને ફરીથી રિપીટ કરો. શ્વેતા સિંહ કીર્તિએ આ ફોટો શેર કરતા કહ્યું, ભાઈનું વ્હાઈટ બોર્ડ જ્યાં તેઓ 29 જૂનથી પોતાની કસરત અને મેડિટેશન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા. તેઓ આગળની યોજના બનાવી રહ્યા હતા.

જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તેમણે ટીવી સીરિયલ કિસ દેશ મેં હે મેરા દિલથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર પછી સુશાંતે સીરિયલ પવિત્ર રિશ્તામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેના માનવના પાત્રથી તે ઘર ઘરમાં જાણીતો થઇ ગયો હતો. ત્યાર પછી સુશાંતે ઝરા નચકે દિખા અને ઝલક દિખલા જા જેવા રિઆલિટી ટીવી શોમાં પણ ભાગ લીધો હતો. સુશાંતે મોટા પરદે ફિલ્મ કાઇ પો છે દ્વારા ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી સુશાંત શુદ્ધ દેશી રોમાન્સ, એમએસ ધોની, સોનચીડિયા, છિછોરે, 3 ઈડિયટ્સ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતના પિતા કૃષ્ણ કિશોર સિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો છે. તો બીજી તરફ રિયાએ કહ્યું છે કે, ન્યાય વ્યવસ્થા પર સંપૂર્ણ રીતે ભરોસો છે. રિયાએ પોતાને ન માત્ર નિર્દોષ ગણાવી બલ્કે, પોતાના પર લાગેલા આરોપોને પણ પાયા વિનાના ગણાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp