UP પોલીસ પહોંચી સોનાક્ષી સિન્હાના ઘરે, આ છે મામલો

PC: facebook.com/sonakshisinhaofficial/

બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ઘરે મુંબઈમાં ઉત્તર પ્રદેશ પોલીસ પહોંચી હતી. સોનાક્ષી સિન્હા પર ઉત્તર પ્રદેશમાં છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગુરુવારના રોજ મુરાદાબાદ પોલીસ સોનાક્ષી સિન્હાના મુંબઈ સ્થિત ઘરે પહોંચી હતી, પરંતુ સોનાક્ષી ઘરે મળી નહોતી. રિપોર્ટ્સ મુજબ સોનાક્ષી સિન્હાને દિલ્હીના એક ઇવેન્ટમાં પરફોર્મ કરવાનું હતું, જેના માટે તેણે 24 લાખ રૂપિયા બૂકિંગ તરીકે લીધા હતા.

છેતરપિંડીની FIR ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં નોંધવામાં આવી છે. ગુરુવારના રોજ મુરાદાબાદ પોલીસ જુહુ પોલીસ સ્ટેશનની મદદથી સોનાક્ષી સિન્હાનું સ્ટેટમેન્ટ લેવા માટે પોલીસ તેના ઘરે ગઈ હતી. જ્યારે પોલીસ સોનાક્ષીના ઘરે પહોંચી ત્યારે તે ત્યાં હાજર નહોતી. કેટલાય કલાક રાહ જોયા બાદ પોલીસ ત્યાંથી ચાલી ગઈ હતી. શુક્રવારના રોજ પોલીસ ફરી સોનાક્ષી સિન્હાના ઘરે જવાની છે.

સોનાક્ષી સિન્હાના સ્પોકપર્સને કહ્યું હતું કે, આ તમામ આરોપ ખોટા છે. સોનાક્ષીની ઇમેજને ખરાબ કરવામાં આવી રહી છે. પોતાના 9 વર્ષના કરિયરમાં સોનાક્ષી સિન્હાએ હંમેશાં ઇમાનદારીથી કામ કર્યું છે. જે વ્યક્તિ તેના પર આરોપ લગાવી રહ્યો છે, તે ખોટો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp