તૈયાર ઊભી છે વધુ 100 બસો, છેલ્લા મજૂરને ઘરે મોકલીને જ દમ લેશે સોનૂ

PC: twitter.com

સોનૂ સૂદ મુંબઈમાં માઈગ્રન્ટ વર્કર્સને તેમના ઘરે પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરી રહ્યો છે, એ વાત તો તમને બધાને ખબર જ છે. પરંતુ ઘણા લોકોને એ ખબર નહીં હશે કે તે તેને માટે કેટલી મહેનત કરી રહ્યો છે અને કેટલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. કામ તો યોગ્યરીતે થઈ રહ્યું છે, તેને માટે તે 18 કલાક પોતાના ફોનની સાથે ચિપકેલો રહીને એક-એક વસ્તુનું મોનિટર કરે છે. તેના આ સેવા કાર્યમાં તેને સરકાર પાસે પરમિશન લેવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોનૂએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને સૌથી વધુ મુશ્કેલી રાજ્ય સરકારો પાસેથી પરમિશન લેવામાં આવી રહી છે. તેણે એ પણ સુનિશ્ચિત કરવું પડી રહ્યું છે કે, આ વર્કર્સની પાસે બધા જ પેપર્સ હોય, જેથી તેઓ કોઈપણ રાજ્યની બોર્ડર પર ફસાઈ ના જાય.

સોનૂએ 'ઘર ભેજો' ઈનીશિએટિવની શરૂઆત પોતાની એક ફ્રેન્ડ નીતિ ગોયલની સાથે મળીને કરી હતી. 11 મેથી શરૂ કરીને તે 21 બસોમાં 750 વર્કર્સને કર્ણાટક અને ઉત્તર પ્રદેશ મોકલી ચુક્યા છે. વધુ 10 બસો બિહાર અને યુપી માટે રવાના થઈ ચુકી છે, જ્યારે પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આસામ સરકારો પાસેથી અનુમતિ મળવાની રાહ જોવાઈ રહી છે. આવનારા 10 દિવસોમાં 100 કરતા વધુ બસો મુંબઈથી રવાના થશે.

60 સીટર બસમાં 35 પેસેન્જર્સને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને મોકલવામાં આવી રહ્યા છે. સોનૂની ફ્રેન્ડ નીતિએ જણાવ્યું હતું કે, દરેક પેસેન્જરે તેમના ગૃહ રાજ્યમાંથી ક્લીયરન્સ લેવું પડે છે. તેઓ વેરિફિકેશન કરે છે. આ બધામાં 10 દિવસનો સમય લાગી રહ્યો હતો, પરંતુ હવે નેટવર્ક પણ સાથે છે તો તેમાં 48 કલાકનો સમય લાગી રહ્યો છે. લોકલ પોલીસ સ્ટેશનમાંથી અનુમતિ અને દરેક યાત્રિનું મેડિકલ સર્ટિફિકટ પણ લેવું પડે છે.

સોનૂ સૂદ અને તેની ફ્રેન્ડ અત્યારસુધીમાં 10 હજાર લોકોનો મેડિકલ ટેસ્ટ કરાવી ચુક્યા છે. સોનૂ અને નીતિ આ લોકોને ફ્રીમાં ઘરે મોકલી રહ્યા છે અને તેનો ખર્ચો પોતે ઉઠાવી રહ્યા છે. 800 કિમીની ટ્રિપ પર તેમને આશરે 64000 રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. જ્યારે 1600 અને 2000 કિમીની ટ્રિપ પર 1.8 લાખ સુધીનો ખર્ચો આવી રહ્યો છે. નીતિ જણાવે છે કે, શરૂઆતમાં ડોનેટ કરનારા નહોતા મળી રહ્યા, પરંતુ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો અને કોર્પોરેટ લીડર્સ મદદ કરવા આગળ આવી રહ્યા છે. પેસેન્જર્સને રસ્તામાં ખાવા-પીવાની મુશ્કેલી ના આવે તે માટે તેમને બિસ્કિટ્સ, ફ્રૂટ્સ, પાવભાજી જેવા સ્નેક્સ વગેરે આપીને મોકલી રહ્યા છે. સોનૂ સૂદનું કહેવું છે કે, તે જ્યાં સુધી દરેક પેસેન્જર તેના ઘરે નહીં પહોંચી જાય, ત્યાં સુધી લાગી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp