પ્રિયંકાની જેઠાણી ફેમસ એક્ટ્રેસ બાળકને જન્મ આપ્યાના 21 દિવસમાં ફરી પ્રેગ્નન્ટ?

PC: khabarchhe.com

પ્રિયંકા ચોપડા જોનસની જેઠાણી સોફી ટર્નરે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેની બેબી બમ્પ દેખાઈ રહી છે. તેણે આ ફોટો શેર કરીને લખ્યું છે કે ‘ફુલ ઓફ બેબી’. આ ફોટોને લઈને ઘણાં યુઝર્સ તેને પૂછી રહ્યાં છે કે શું તે ફરી પ્રેગ્નન્ટ છે. પ્રિયંકાની જેઠાણી સોફી અને પતિ જો જોનસે જુલાઈ 2022માં તેમના બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યુ હતુ. જોકે સોફીએ હાલમાં જ સોશ્યલ મીડિયા પર તેની બેબીની ફોટો શેર કર્યો છે. જોકે સોફી ત્રીજી વાર પ્રેગ્નન્ટ છે એવી ચર્ચા ચાલી રહી છે.

સોફીએ ઇન્સ્ટાગ્રામ પર તેનો રેર ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે બ્લેક ક્રોપ ટોપ અને લેગિંસની સાથે ગ્રે અને ઓરેન્જ જેકેટ પહેરીને બેબી બમ્પ દેખાડતી જોવા મળી રહી છે. આ ફોટોએ ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છો. આ ફોટોને લઈને સવાલો ઊઠી રહ્યાં છે કે તે પ્રેગ્નન્ટ તો નથીને.

ઘણી સેલિબ્રિટીઝે સોફી ટર્નરના ફોટોના વખાણ કર્યા છે. તેને ખૂબ જ સુંદર પણ કહી છે. એક યુઝર્સે કમેન્ટ કરતાં મજાકમાં કહ્યું કે ‘મહેરબાની કરીને બેબીઝને ખાવાનું બંધ કરી દે’ કારણ કે સોફીએ કેપ્શન આપી હતી કે ફુલ ઓફ બેબી.

એક યુઝરે લખ્યું હતું કે શું તું ફરી પ્રેગ્નન્ટ છે? અન્ય યુઝર્સે લખ્યુ હતું કે તમારા માટે હું ખૂબ જ ખુશ છું. જોકે એક અન્ય યુઝરે લખ્યુ હતુ કે આ ફોટો નવો છે કે જૂનો?

 
 
 
View this post on Instagram

A post shared by S O P H I E T U R N E R (@sophiet)

જોકે તેની પ્રેગ્નન્સીને લઈને કન્ફ્યુશન હોય તો જણાવી દઈએ કે આ ફોટો જૂનો છે, સોફીએ ખુશીમાં આવીને તેનો આ રેર ફોટો શેર કર્યો છે. 2022ની જુલાઈમાં સોફી અને જો જોનસે તેમની બીજી દીકરીનું સ્વાગત કર્યું હતું. બન્નેએ પીપલ મેગેઝિન સાથે વાત કરીને આ સમાચારની જાહેરાત કરી હતી. બન્નેને બે વર્ષની દીકરી વિલા પણ છે. વિલાનો જન્મ 2022ના જૂનમાં થયો હતો.

સોફીએ તેની બીજી પ્રેગ્નેન્સીને લઈને ઘણાં સમય સુધી ચુપકી સાધી હતી. મે મહિનામાં તેમણે પહેલી વાર એ વિશે વાત કરી હતી. એલ યૂકે મેગેઝિન સાથે વાત કરતાં સોફીએ કહ્યું હતું કે ‘અમે અમારા પરિવારમાં વધુ એક સદસ્ય આવવાથી ખુશ છીએ. અમારા માટે આ ખૂબ જ ખુશીની વાત છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp