છૂટાછેડા પહેલા સામંથા બોલેલી- જમવા કરતા પણ જરૂરી છે સેક્સ, હવે જાણો શું કહે છે

PC: twitter.com

માત્ર બોલિવુડમાં જ નહીં પણ અન્ય ભાષાઓની ફિલ્મ અભિનેત્રીઓ પણ ક્યારેક ચોંકવનારા નિવેદન આપી દે છે. જેના કારણે એ સતત ચર્ચામાં અને હેડલાઈન્સમાં રહે છે. આ વખતે આ યાદીમાં સાઉથ ફિલ્મની અભિનેત્રી સામંથાનું નામ લેવાઈ રહ્યું છે. જેણે પોતાનું નિવેદન આપીને સૌને થોડા સમય માટે ચોંકાવી દીધા હતા. પણ હવે તેણે આ મામલે સ્પષ્ટતા કરી દીધી છે. આ સાથે પોતાના અંગત જીવનની કેટલીક વાત પણ શેર કરી દીધી છે. 

અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ આખરે અક્કીનેની નાગા ચૈતન્ય સાથેના છૂટાછેડા અને તેના માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર વિશે ખુલાસો કર્યો છે. થોડા સમય પહેલા, પ્રખ્યાત ટોલીવુડ કપલ નાગા ચૈતન્ય અને સામંથાએ તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. જેના કારણે તેના ચાહકો નિરાશ થયા હતા. જ્યારથી 'મજિલી' અભિનેત્રીએ નાગા ચૈતન્યથી અલગ થવાની જાહેરાત કરી છે ત્યારથી તે આ મુદ્દે મૌન છે.

સામંથાએ કહ્યું કે, વિચાર્યું કે હું તૂટી જશે અને મરી જઈશ. પરંતુ, જેમ સમજાયું કે હું પોતાનું જીવન જીવવા જઈ રહી છું. તમામ મુદ્દાઓ સાથે, તે આટલી મજબૂત મહિલા હોવા બદલ પોતાની પ્રશંસા કરે છે.' શકુંતલમ અભિનેત્રીએ કહ્યું, 'મને ક્યારેય ખબર ન હતી કે હું આમાંથી બહાર આવી શકીશ. મને મારી જાત પર ગર્વ છે, કારણ કે મને ક્યારેય ખબર ન હતી કે હું આટલી મજબૂત છું.

સામંથાએ એ પણ ઉલ્લેખ કર્યો કે ચૈતન્ય સાથેના છૂટાછેડાએ તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી હતી, પરંતુ તેણે વધુ સ્વાસ્થ્ય થવા માટે પોતાની રીતે પ્રયાસ કર્યો હતો.સામંથા ટૂંક સમયમાં બે જુદી જુદી ભાષાના પ્રોજેક્ટ પર કામ કરશે, જેમાંથી એક પ્રોજેક્ટનું નામ 'યશોદા' છે. આ સાથે સામંથાએ વચન આપ્યું છે કે તે માત્ર તેની મહેનતથી તેના ટીકાકારોને ચૂપ કરશે અને બીજું કંઈ નહીં. સામંથાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો જવાબ આપ્યા બાદ તે હેડલાઈન્સમાં રહી હતી. સામંથા રૂથ પ્રભુને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું ખોરાક તેના માટે મહત્વપૂર્ણ છે કે સેક્સ? પહેલા તો સામંથાએ આ સવાલનો જવાબ આપવાનો ઇનકાર કરી દીધો, પરંતુ આ મામલે તેણે ભોજન કરતાં સેક્સને વધુ મહત્વ આપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp