અલી અસગરના બાળકોને સ્કૂલમાં કરવામાં આવે છે હેરાન, વાત સાંભળી રડવા લાગ્યો એક્ટર

PC: aajtak.in

ધ કપિલ શર્માના શોમાં દાદી બનીને સૌને હસાવનાર અલી અસગર આજકાલ ઝલક દિખલા જા 10માં પોતાના ડાન્સનો જલવો દેખાડી રહ્યો છે. અલીના એક્ટિંગ ટેલેન્ટથી દુનિયા વાકેફ છે. પર તે ડાન્સમાં પણ માહેર છે, આ સૌને ખબર પડી ગઈ છે. ઝલક દિખલાજા જાના અપકમિંગ એપિસોડના લેટેસ્ટ પ્રોમો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં અલી પોતાના ડાન્સથી જજીસને ઈમ્પ્રેસ કરતો દેખાયો છે. એટલું જ નહીં, આવનારા એપિસોડમાં અલીની છોકરી એક વાત કહેતી જોવા મળે છે, જેને સાંભળીને દરેક ઈમોશનલ થઈ જાય છે.

 
 
 
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

એક કોમેડિયનનું કામ હોય છે દરેક લોકોના ચહેરા પર હાસ્ય લાવવું. આ જ કારણ છે કે લોકો તેની પાસેથી હંમેશાં હસવાની અને હસાવવાની આશા રાખતા હોય છે. પરંતુ કદાચ જ એવું થયું હશે, જ્યારે આપણે તે કલાકારોની મુશ્કેલીઓ અંગે વિચાર્યું હશે. એવું તો સહેજે ન વિચાર્યું હશે કે કોમેડિયનના બાળકોને પણ સમાજના તીખા બોલ સાંભળવા પડે છે. ઘણા લોકો એવા છે જે તેમના કામની મજાક ઉડાવે છે. તેવું જ કંઈ અલી અસગરની છોકરી સાથે થયું છે.

ઝલક દિખલા જાના પ્રોમોમાં અલી પોતાનું પરફોર્મન્સ આપતા જોવા મળે છે. પરફોર્મન્સ ખતમ થયા પછી સ્ક્રીન પર તેની છોકરી દેખાય છે. અલીની છોકરી કહેતી જોવા મળે છે કે સ્કૂલમાં તેના મિત્રો તેને ચિઢવે છે. કહે છે કે તારી બે મા છે. ટેટુ બનાવતા હતા કે દાદીનો છોકરો, દાદીની છોકરી. બસંતી યે..તે પોતાનો મજાક બનાવીને બીજાને હસાવે છે. આ દરેક જણ કરી શકતું નથી. અલીની છોકરી કહે છે કે વી લવ યુ ડેડી. છોકરીની વાત સાંભળીને અલી ઈમોશનલ થઈ જાય છે અને રડવા લાગે છે. માધુકી દીક્ષિત પ્રોમોમાં અલીને મોટિવેટ કરતી જોવા મળે છે અને કહે છે કે વી લવ યુ.

 
 
 
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

ઝલક દિખલા જા 10ના પ્રોમો સામે આવ્યા પછી દરેક લોકો અલી પર પોતાનો પ્રેમ વરસાવતા જોવા મળ્યા છે. યુઝર્સ અલીના કામના વખાણ કરે છે. જોવામાં આવે તો પોતાનો મજાક બનાવીને લોકોને હસાવવાનું કામ દરેક લોકો માટે શક્ય નથી. અલી અસગર ઘણા વર્ષોથી કોમેડી કરી રહ્યો છે અને તે ઘણું હિંમતવાળું કામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp