કપિલ શર્માના આવતાની સાથે જ સુનિલ ગ્રોવરનો શો 'કાનપુરવાલે ખુરાના..' થયો બંધ

PC: cloudfront.net

કપિલ શર્માએ પોતાના નવા શોથી ટીવી પર એકવાર ફરી એન્ટ્રી કરી છે. આ વખતે કપિલના શોમાં કૃષ્ણા અભિષેક અને ભારતી પણ નજર આવે છે. હાલમાં જ ટીઆરપી રેટિંગ આવી તો એમાં કપિલે બાજી મારી લીધી. કપિલનો શો ટીઆરપી લિસ્ટમાં બીજા નંબર પર રહ્યો. ત્યાંજ જ ખબર છે કે કપિલનો શો શરુ થયો તો હવે સુનિલ ગ્રોવરનો શો 'કાનપુરવાલે ખુરાના' બંધ થવા જઇ રહ્યો છે. ત્યાંજ સુનિલને સોશિયલ મીડિયા યૂઝર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. શો બંધ થવાની જાણકારી સુનિલ ગ્રોવરે આપી છે. સાથે જ સુનિલે કપિલ શર્મા શોની સાથે તુલના અને સોશિયલ મીડિયા પર ટ્રોલ હોવાને લઇને ઘણા ખુલાસા કર્યા છે.

એક ઇન્ટર્વ્યુમાં સુનિલ ગ્રોવરે જણાવ્યુ કે, 'મેં આ શો ફક્ત 16 એપિસોડ માટે શૂટ કર્યો હતો. હવે આ શો મારા કારણથી બંધ થઇ રહ્યો છે. આ શો 8 વીક માટે સાઇન કર્યો હતો. તેના કારણે સલમાનખાનની ફિલ્મ 'ભારત' ની શુટિંગ છે. હું આ વાતની પહેલા પણ જાણકારી આપી ચૂક્યો છુ કે કેટલાક એપિસોડ માટે આ શો બનાવામાં આવ્યો હતો. 'ભારતની શુટીંગના કારણે મારી પાસે વધારે સમય ન હતો. શો ના ટ્રોલ પર થવા પર સુનિલે કહ્યુ કે જેટલા લોકોએ મને ટ્રોલ કર્યો તે બધુ 90 ટકા ફેક આઇડીથી કરવામાં આવ્યુ છે. લગભગ 70-80 ટકા આઇડી વગર પ્રોફાઇલ ફોટા અને નામની સાથે હતી.'

'મને ફેક લોકોથી શુ સમસ્યા હોય. ફેક લોકોની દુનિયા મારા માટે કોઇ મહત્વ નથી રાખતી. કેટલાકે શોને પસંદ કર્યો તો કેટલાકે નહી. જે પણ તેની સરખામણી કપિલ શર્મા શો થી કરી રહ્યા છે તે કરી શકે છે. મને જે આવડે છે હુ એ કરી રહ્યો છુ.' સુનિલ ગ્રોવરે શો પર બીજીવાર આવવાની વાત કરી. તેણે કહ્યુ કે ટીવી પર બીજીવાર આવવા વિશે સુનિલનું કહેવુ છે કે 'હુ આજે જે કંઇ પણ છુ તે ટીવીના કારણે છું. મને જ્યારે પણ જે ટીવી પર આવવાનો મોકો મળશે હું જરુર આવીશ.' તમને જણાવી દઇએ કે સુનિલ સલમાનખાનની ફિલ્મ 'ભારત'માં કામ કરી રહ્યો છે. સલમાન ખાન જ કપિલ શર્માના શો ને પ્રોડ્યૂસ કરી રહ્યો છે. એવુ થઇ શકે છે કે તે સુનિલ ગ્રોવરથી કપિલ શર્મા શોમાં પાછા આવવા માટે કહે. જ્યારે સલમાન, સુનિલને આ વાત કહેશે તો તે ના નહી પાડી શકે. હવે જોવાનુ એ છે કે સુનિલ, કપિલના શોમાં ક્યાં સુધી પાછો આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp