રામાયણનો આ સીન શૂટ કરતી વખતે રડી પડી હતી દરેક વ્યક્તિ

PC: twimg.com

રામાનંદ સાગરની બહુચર્ચિત સીરિયલ રામાયણનો એક-એક સીન દર્શકોના દિલોમાં વસ્યો છે. લોકડાઉનમાં એકવાર ફરી શરૂ થયેલા રામાયણને દર્શકોએ ફરીથી એ જ પ્રેમ આપ્યો છે. રામાયણની ટીઆરપીનો મોટો ઈતિહાસ રચતા દર્શકોના મામલામાં વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. રામાયણ શરૂ થવાની સાથે જ તેના કેરેક્ટર્સ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમજ રામાયણમાં લક્ષ્મણનો રોલ પ્લે કરનારા એક્ટર સુનીલ લેહરી શો શરૂ થવાની સાથે જ શો સાથે સંકળાયેલા કિસ્સા શેર કરી રહ્યા છે. સુનીલ લેહરી દરરોજ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર વીડિયો શેર કરી રામાયણ સાથે સંકળાયેલો એક કિસ્સો સંભળાવે છે.

એક્ટર સુનીલ લેહરીએ હાલમાં જ એક વીડિયો પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે. સુનીલ લેહરીએ શૂટિંગ દરમિયાન એ કિસ્સો સંભળાવ્યો, જ્યારે સેટ પર તમામની આંખો ભીની થઈ ગઈ હતી. આ કિસ્સો ત્યારનો છે, જ્યારે રામના વનવાસ ગયા બાદ રાજા દશરથનું નિધન થઈ ગયું હતું. સુનીલે જણાવ્યું કે, આ એપિસોડ શૂટ કરતી વખતે તમામ લોકો ભાવુક થઈને રડવા માંડ્યા હતા. ત્યાં સુધી કે શોના ડિરેક્ટર રામાનંદ સાગરની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

સુનીલ લેહરીએ જણાવ્યું, આ એપિસોડનું શૂટ કરવું સરળ નહોતું. આ શૂટિંગ દરમિયાન સૌથી વધુ જે અપસેટ હતી તે કૌશલ્યા હતી, જે દશરથ એટલે કે જયશ્રી ગાડકરની રીયલ વાઈફ છે. તેણે જણાવ્યું કે, આ કિસ્સા બાદ તેને રિકવર થવામાં આશરે પૂરો એક દિવસ લાગ્યો હતો. તે એટલા માટે પણ ગમગીન હતું, કારણ કે તે મહારાજા દશરથનું લાસ્ટ શૂટ હતું, તે સ્વભાવે ખૂબ જ હસમુખા હતા.

જણાવી દઈએ કે, વર્ષ 1987માં દૂરદર્શન પર શરૂ થયેલી આ સીરિયલે ઘર ઘરમાં પોતાની જગ્યા બનાવી. આ શોના તમામ કલાકારો ખાસ કરીને રામ અને સીતાને લોકો હકીકતમાં ભગવાનનો દરજ્જો આપવાનો શરૂ કરી દીધો હતો. શોમાં રામની ભૂમિકામાં એક્ટર અરૂણ ગોવિલ, સીતાનું કેરેક્ટરમાં દીપિકા ચિખલિયા અને હનુમાનનું કેરેક્ટર દારા સિંહે પ્લે કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp