‘હેરા ફેરી 3’ને લઈને હવે સુનિલ શેટ્ટીને સતાવી રહ્યો છે આ ડર

PC: indianexpress.com

‘હેરા ફેરી 3’ની જાહેરાત બાદ ફેન્સનું ખુશીનું ઠેકાણું નથી. ફિલ્મની શૂટિંગમાં હજુ વાર છે. લગભગ 3 મહિના બાદ જ તેની શૂટિંગ થઈ શકશે. ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ તો છે જ. આ વખત ફિલ્મમાં સંજય દત્ત પણ નજરે પડશે. થોડા દિવસો અગાઉ તેની પુષ્ટિ પણ થઇ હતી. ‘હેરા ફેરી 3’ને ફરહાદ સામજી ડિરેક્ટ કરશે. જો કે, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડને જોઈએ તો ફેન્સ ફરહાદ સામજીના ડિરેક્શનથી ખુશ નથી. એક તરફ ફેન્સની એ ચિંતા છે તો બીજી તરફ સુનિલ શેટ્ટીએ પોતાનો ડર વ્યક્ત કર્યો છે.

કહાનીને લઈને શું બોલ્યો સુનિલ શેટ્ટી?

લગભગ બે દશક બાદ અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે સુનિલ શેટ્ટી કામ કરશે. ફિલ્મને લઈને સુનિલ શેટ્ટી કેટલો એક્સાઈટેડ છે, એ બાબતે તેણે એક વેબસાઇટ સાથે વાત કરી છે. તેણે કહ્યું કે, ‘હા અને નહીં, કેમ કે ભૂમિકા એ જ છે અને આ તેમની યાત્રા છે એટલે તમારે કહાનીના હિસાબે એ પ્રકારની ગેપ દેખાડવાની જરૂરિયાત નથી. મને બસ એટલી ખબર છે કે આ એક શાનદાર સ્ક્રિપ્ટ છે. આ એક ઈમોશનલ જર્ની છે. ફરીથી 3 લોકો અને તેમના સંઘર્ષની કહાની છે.

સુનિલ શેટ્ટીએ એમ પણ કહ્યું કે, ફિલ્મમાં સંજય દત્ત મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. તેણે ફિલ્મને લઈને પોતાના ડરનો પણ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, એકમાત્ર ડર એ છે કે શું અમે દૂરથી પણ ઓરિજિનલ નજીક પહોંચી શકીશું. મને લાગે છે કે જો અમે ફિલ્મમાં ઈમાનદારીથી કામ કરીએ છીએ અને એ ઈમાનદારીને બનાવી રાખીએ છીએ તો લોકોને એ પસંદ આવશે. ‘હેરા ફેરી’ એક ખૂબ જ ઈમાનદાર ફિલ્મ હતી અને તેને ખૂબ સારી રિકોલ વેલ્યૂ મળી છે એટલે હું તેની રાહ જોઈ રહ્યો છું.

સુનિલ શેટ્ટીએ જણાવ્યું કે એક વખત તારીખ નક્કી કરી લેવામાં આવે તો ‘હેરા ફેરી 3’ની શૂટિંગ 2023ના મધ્યથી શરૂ થશે. આ ફિલ્મ સિવાય તેણે ‘ભાગમભાગ’ના સિક્વલની પણ પુષ્ટિ કરી છે. એ સિવાય ‘આવારા પાગલ દીવાના’ના સિક્વલમાં પણ સુનિલ શેટ્ટી હશે. આ બાબતે સુનિલ શેટ્ટીએ કહ્યું કે ‘હેરા ફેરી 3’ બાદ ‘આવારા પાગલ દિવાના 2’ની શૂટિંગ કરશે અને તે ફિલ્મની ભૂમિકા યેડ્ડા અન્ના, ગુરુ ગુલાબ ખત્રી, છોટા છત્રી સાથે મળવાની હવે વધુ રાહ નહીં જોઈ શકે. તેણે આગળ કહ્યું કે, તે પોતાની બધી આઇકોનિક ભૂમિકાઓને ફરીથી નિભાવવા માગે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp