સની લિયોનીને કામ મળવું થયું મુશ્કેલ, કારણ છે પોર્ન ઇન્ડસ્ટ્રી સાથેનો સંબંધ

PC: m.daily-bangladesh.com

એક્ટ્રેસ સની લિયોનીના હાથે એક મોટી તક આવી છે . 'ગેંગ્સ ઓફ વાસેપુર' અને 'દેવ ડી' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ડિરેક્ટર અનુરાગ કશ્યપે સનીને પોતાની આગામી ફિલ્મ માટે સાઈન કરી લીધું છે, હવે આ તક માટે સનીએ અનુરાગનો આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે કેવી રીતે આ તક તેનું કરિયર બદલી શકે છે.

સનીએ આ પણ જણાવ્યું કે, અનુરાગની ફિલ્મમાં કામ તેને એમ જ નથી મળ્યું, પણ તેને આના માટે ઓડિશન આપ્યું હતું. એડલ્ટ ફિલ્મ સ્ટાર રહી ચૂકેલી સનીએ જણાવ્યું કે, બૉલીવુડમાં આવ્યા પછી તેને કામ મળ્યું, પણ હજુ પણ તેનું પાસ્ટ કામની વચ્ચે આવી રહ્યું છે.

કામ આપવામાં અચકાય છે લોકો

સનીએ જણાવ્યું કે, જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં આવી તો અનેક લોકો તેની સાથે કામ કરવામાં અચકાતા હતા. એક મીડિયા ચેનલ સાથેની વાતચીત તેને કહ્યું કે, 'પણ અનેક લોકો હતા, જે મારી સાથે કામ કરવા ઇચ્છતા હતા. તેવી રીતે તો, અનેક ફેમસ પ્રોડક્શન હાઉસ અને લોકો લગભગ હજુ પણ મારી સાથે કામ કરવામાં અચકાય છે, પણ ઠીક છે. મને આનાથી કોઈ પ્રોબ્લમ નથી. મને લાગે છે કે, એક પોઇન્ટ પર, લગભગ મને આ લોકો સાથે કામ કરવાની તક મળે અને હું આના માટે એકસાઇટેડ છું.'

અનુરાગ કશ્યપની ફિલ્મથી બદલાશે કરિયર

સનીએ 'દોબારા' ના ડિરેક્ટર અનુરાગને પોતાની ફિલ્મમાં તક આપવા માટે થેંકયુ કહ્યું. તેને જણાવ્યું કે, 'હું અનુરાગ અને તેની ટીમને થેંકયુ કહ્યું કે, તેમને મારો ફોન ઉપાડ્યો અને મને તક આપી અને મને આ રોલ માટે ઓડિશન આપવા દીધું. આ બધું સાચે જ એક તક મળવાની વાત છે અને આ પરફેક્ટ મૂવમેન્ટ છે, જેથી લાઈફ બદલાઈ જશે અને મને વિશ્વાસ છે કે, તેમના જેવા ડિરેક્ટરની સાથે કામ કરીને મારા કરિયરનું પુરૂ ડાયનામિક બદલાઈ જશે.'

વર્ષ 2012મા બોલિવુડમાં પગ મૂકનારી સનીએ ઇન્ડસ્ટ્રીમાં એક દશક પૂરો થઇ ચૂક્યો છે. આ વિશે તેને કહ્યું કે,

'2012મા જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી હતી, હવે તેનાથી ખૂબ જ અલગ વ્યક્તિ છું. મને જે પણ કામ કરવા મળ્યું, જે પણ સારી-ખરાબ પસંદ રહી, તેના માટે ખુશ છું. '

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp