કંઈક બનવાની ચાહમાં નીકળ્યા 30 વર્ષ, પછી સમજાયુ આ ખોટી ગેમ છે- વાયરલ સુશાંતની નોટ

PC: en.janbharattimes.com

બોલિવુડ અભિનેતા સુશાંત સિહ રાજપૂતની મોતને સાત મહિના થવા આવ્યા છે, તેના જવાથી બોલિવુડને ઘણું મોટું નુકસાન થયું છે, જેની ભરપાઈ ક્યારેય થઈ શકે તેમ નથી. તેની આત્માહત્યાના કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ એક્ટરનો પરિવાર કંઈ ને કંઈક શેર કરી ફેન્સને એકજૂટ રાખી રહ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર સુશાંતની એક જૂની નોટ વાયરલ થઈ રહી છે. આ નોટ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ શેર કરી છે. નોટમાં સુશાંતે ઘણી ઊંડી વાતો કરી છે. તે લખે છે- મેં મારી લાઈફના 30 વર્ષ તો માત્ર કંઈક બનવાની ચાહમાં કાઢી નાખ્યા છે, હું સારું ટેનિસ રમવા માગતો હતો, સારા માર્ક્સ લાવવા માગતો હતો, બધુ તે જ નજરથી જોવા લાગ્યો હતો.

આગળ તેણે લખ્યું છે- હું કદાચ પોતાની જાતથી ખુશ નથી, હંમેશા સારા બનવાનું સપનું જોતો હતો. પરંતુ પછી સમજ આવી કે હું ખોટી ગેમ રમી રહ્યો છું. કારણ કે ખરેખરમાં ગેમ તો એ હતી કે હું કોણ છું. શ્વેતા પણ સુશાંતની આ નોટ શેર કરીને ભાવુક જોવા મળી હતી. તે કહેતી જોવા મળે છે કે- આ ઘણી ઊંડી વાત છે. સુશાંતના ફેન્સ પણ તેની આ નોટ વાંચીને ભાવુક થઈ ગયા હતા.

આ પહેલી વખત નથી જ્યારે સુશાંતના પરિવાર તરફથી આવું કંઈક શેર કરવામાં આવ્યું હોય. પહેલા પણ ઘણી વખત એક્ટરની યાદમાં શેર કરવામાં આવ્યું છે. ક્યારેક તેનો ગીત ગાતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તો ક્યારેક કોઈકની મદદ કરતો વીડિયો.

હાલમાં બોમ્બે હાઈ કોર્ટ દ્વારા પણ સુશાંત સિંહ રાજપૂતના વખાણ કરવામાં આવ્યા હતા. કોર્ટ તરફથી સુશાંતને એક સારો વ્યક્તિ કહેવામાં આવ્યો છે. તેને માસૂમ અને સીધો પણ કહ્યો હતો. સુશાંત સિંહ આત્મહત્યા કેસની વાત કરીએ તો CBIએ હાલમાં જ એક ત્રણ પાનાનો ચિઠ્ઠી જાહેર કરી હતી. તેમાં BCIએ કહ્યું છે કે સુશાંતના કેસમાં ઘણી ઊંડે સુધી તપાસ કરવામાં આવી છે અને દરેક એંગલથી પણ કેસની તપાસ કરવામાં આવી છે. 14 જૂન 2020ના દિવસે બપોરે સુશાંત સિંહ રાજપૂત તેના રૂમમાં પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના કેસમાં તેની ગર્લફ્રેન્ડ રીહા ચક્રવર્તીની ધરપકડ પણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp