સુશાંતનો પરિવાર કરી રહ્યો છે પૈસા પર ફોકસ, ગાયબ થઈ ગયો Nepotism મુદ્દોઃ કંગના

PC: intoday.in

સુશાંત સિંહ રાજપૂત મામલામાં હવે બિહાર પોલીસ તપાસ કરી રહી છે. સુશાંતના પપ્પા કે. કે. સિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ FIR દાખલ કરાવી છે. રિયા ચક્રવર્તી પર સુશાંતના પૈસા હડપવાની સાથે અન્ય ઘણા આરોપો લગાવ્યા છે. હવે એક્ટ્રેસ કંગના રણૌતની ટીમે આ મામલા પર ટ્વીટ કર્યા છે. કંગનાની ટીમે ટ્વીટ કરીને લખ્યું કે, સુશાંતની ફેમિલી માત્ર પૈસાવાળા હિસ્સા પર ફોકસ કરી રહી છે, બાકી મહત્ત્વપૂર્ણ બાબતોને ઈગ્નોર કરી રહી છે.

કંગનાની ટીમે લખ્યું- દુર્ભાગ્યવશ ફેમિલી માત્ર પૈસાની વાત પર ધ્યાન આપી રહી છે અને એ તમામ ઈન્ટરવ્યૂઝ અને પોસ્ટને ઈગ્નોર કરી રહી છે, જેમાં સુશાંતે બુલિંગ અને નેપોટિઝ્મ હેરેસમેન્ટ વિશે જણાવ્યું હતું અને ત્યાં સુધી રાજકીય નેપો માફિયાની ભાગીદારી મામલાને પણ.

કંગનાની ટીમે આગળ લખ્યું- તેમણે તેની સાથે આવું એટલા માટે કર્યું કારણ કે તે સરળ ટાર્ગેટ હતો. શું તેઓ રણબીર કપૂર કે પછી વરૂણ ધવનની સાથે આવું કરશે? તેઓ કહે છે કે, ભાઈ-ભત્રીજાવાદ અને પક્ષપાત એક ક્રિમિનલ અપરાધ છે.

...માત્ર મની લોન્ડ્રિંગ છે, તે સાચુ છે પરંતુ આપણી પાસે અવસર છે કાયદાને બદલવાનો અને આઉટસાઈડર્સ માટે Bully-woodને એક સુરક્ષિત સ્થાન બનાવવાનો. જો તેઓ માત્ર પૈસા પર ફોકસ કરશે અને માફિયા પર નહીં તો આ અવસર ગુમાવી દેશે.

અગાઉના પોતાના એક ટ્વીટમાં કંગનાએ એક ટ્વીટર યુઝરના સુશાંતના પિતા દ્વારા પૈસા પર ફોકસ કરવાને લઈને કરવામાં આવેલા સવાલનો જવાબ આપતા લખ્યું હતું- હાં, પરંતુ તેમનો વકીલ પણ સાચો છે, નેપોટિઝ્મ, બ્લાઈન્ડ આઈટમ, સ્મીયર અભિયાન અને કોઈકના મગજને તોડવું તે આપરાધિક અપરાધ નથી. આથી તેઓ આ તમામનું મનોરંજન કરવા નથી માગતા. માત્ર પૈસા સાથે સંબંધિત મામલે તેને એક આપરાધિક મામલો બનાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંતના નિધન (14 જૂન, 2020) બાદથી નેપોટિઝ્મ, બુલિંગ અને ફેવરિઝ્મને લઈને ચર્ચા ફરી એકવાર શરૂ થઈ ગઈ હતી. એક્ટ્રેસ કંગના રણૌતે કહ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીમાં મોટા લેવલ પર નેપોટિઝ્મ છે. તેને કારણે જ આઉટસાઈડર્સને સાઈડલાઈન કરી દેવામાં આવે છે. આઉટસાઈડર્સને કામ આપવામાં આવતું નથી. કે પછી તેમના પર દબાણ ઊભુ કરવામાં આવે છે. આથી, કંગના ઈચ્છે છે કે, આ તમામ બાબતો પર પણ ધ્યાન આપવું જોઈએ, જેથી એક ટેલેન્ટેડ આઉટસાઈડરે તેનો શિકાર ના બનવું પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp