સ્વરા ભાસ્કરે જોઈ આમીરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા', જણાવ્યું કેવી લાગી ફિલ્મ

PC: amarujala.com

બોલીવુડની બિંદાસ એક્ટ્રેસમાંની એક સ્વરા ભાસ્કરે પોતાની ફિલ્મો સિવાય સામાજિક, રાજકીય મુદ્દાઓ પર પણ પોતાનો મત ડર્યા વગર રાખ્યો છે અને તે આના માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી એક્ટ્રેસે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના પેટ ભરીને વખાણ કર્યા છે. સ્વરાને આમીર ખાન ખૂબ જ પસંદ છે પણ સાથે જ ફિલ્મના અન્ય કલાકારોના કામના પણ ખૂબ વખાણ કર્યા છે.

લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મને જોતા સ્વરા ભાસ્કરે બુધવારે ટ્વીટ કરી ફિલ્મની કાસ્ટિંગના વખાણ કર્યા છે. લાલ સિંહ ચઢ્ઢા જોઇ રહી છું. પહલાથી જ દિલના તાર ખેંચાઇ રહ્યા છે. આમીર એક હેન્ડસમ સિખના રોલમાં છે, સાથે જ લિટલ લાલ અને લિટલ રૂપા પણ ખૂબ જ ક્યૂટ છે અને મોના સિંઘે તો દીલ જીતી લીધું છે.

લાલ સિંહ ચઢ્ઢામાં આમીર ખાન અને કરીના કપૂર લીડ રોલમાં છે. જ્યારે મોના સિંઘે આમીરની માતા ગુરપ્રીતનો રોલ પ્લે કર્યો છે. એહમદ ઇન્બ્ર ઉમરે આમીરના બાળપણનું પાત્ર ભજવ્યું છે. સાઉથ એક્ટર નાગા ચૈતન્યની આ બોલીવુડ ડેબ્યુ ફિલ્મ છે, જે આમીરના મિત્ર બલરાજૂની ભૂમિકામાં છે. 1994માં આવેલી એકેડમી એવોર્ડ વિનિંગ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગંપની ઓફિશીયલ હિંદી રીમેકમાં આમીર ખાન, કરીના કપૂર સહિત દરેક એક્ટરે શાનદાર કામ કર્યું છે. હોલીવુડ ફિલ્મ વિન્સ્ટન ગ્રૂની નોવેલ પર આધારિત હતી. આમીરે ટોમ હેન્કસના રોલને પડદા પર મૂક્યો છે.

11મી ઓગસ્ટના રોજ લાલ સિંહ ચઢ્ઢાને સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મથી લાંબા સમય બાદ આમીર ખાન સિલ્વર સ્ક્રીન પર નજરે પડ્યો છે. ફક્ત સ્વરા ભાસ્કર જ નહીં પણ ઘણી બોલીવુડ સેલીબ્રીટીઝે ફિલ્મના વખાણ કર્યા છે. ઋતિક રોશને ફિલ્મને મેગ્નીફિસન્ટ ગણાવી છે. તો રણવીર સિંહેને એટલી પસંદ આવી છે કે, તેની સીક્વલ જોવા માટે રણવીર આતુર છે.

મેહા ધૂપિયાએ આ ફિલ્મને મેજિક ગણાવતા લોકોને આ ફિલ્મ જોવાની અપીલ કરી છે. જ્યારે રિચા ચઢ્ઢાએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, ચઢ્ઢા તરીકે હું દિલથી લાલ સિંહ ચઢ્ઢાનું સમર્થન કરું છું. ફિલ્મ હસાવે પણ છે અને રડાવે પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp