તમે ઈરફાન ખાનના ફેન છો તો આ ખુશખબરી તમારા માટે છે...

PC: shawglobalnews.files.wordpress.com

થોડાં દિવસ પહેલા બોલિવુડના કલાકાર ઈરફાન ખાને પોતાની દુર્લભ બીમારી અંગે ટ્વીટર પર ટ્વીટ કરી જણાવ્યું હતું. પરંતુ શુક્રવારે ઈરફાને જાતે તેના ફેન્સને જણાવ્યું હતું કે તેને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર છે અને તેના ઈલાજ માટે તે વિદેશ જવાનો છે. તેના આ ખુલાસા પછી દેશના જાણીતા અનુભવી ડોક્ટરોએ જાહેર કર્યું હતું કે ઈરફાનની આ બીમારીનો ઈલાજ શક્ય છે.

શ્રીગંગારામ હોસ્પિટલની ડૉક્ટર સુમિત્રા રાવતે કહ્યું કે આ બીમારીનો ઈલાજ શક્ય છે. આ કન્ડીશનમાં ટ્યૂમર સફળતાપૂર્વક કાઢી શકાય છે. આ ટ્યૂમરમાં ન્યૂરેન્ડો સેલની અબનોર્મલ ગ્રોથ થાય છે. આ ઘણા ઓછા શરીરમાં મળી આવે છે. આ સેલનો ગ્રોથ થઈને તે ટ્યૂમરમાં બદલાઈ જાય છે.

આ ટ્યૂમરની જાણ લંગ્સ, ઈન્ટેસ્ટાઈન, પેક્રિયાઝ અને થાઈરોડ દ્વારા સામે આવે છે. ટ્યૂમર કઈ તરફ છે અને તેની સાઈઝ શું છે તે વાતનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. ડૉક્ટર રાવતે આશા રાખીને કહ્યું છે કે ઈરફાન ખાનની જલદી સારા થવાની આશા છે. ડૉક્ટરે કહ્યું હતું કે ટ્યૂમરને ઈરફાનના શરીરમાંથી જલદીથી કાઢવામાં આવશે પરંતુ આ સર્જરી પછી પણ તેણે હોસ્પિટલમાં સમયે સમયે ચેકઅપ કરાવવા માટે આવવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp