રીતિક રોશનને હાલના દિવસોમાં સતાવી રહ્યો છે આ ડર, વિચારતા રાત પસાર થઇ જાય છે

PC: twitter.com

બોલિવુડના એકમાત્ર સુપરહિટ સુપરહીરોની રાતની ઊંઘ ઊડી છે. રીતિક રોશને પોતે માન્યું છે કે તેની રાતો વિચારતા પસાર થઇ જાય છે. પણ વિચારવું કોઇ પરેશાનીને લીધે નહીં બલ્કે એ કારણે છે કે તેણે પોતાની ફિલ્મ વૉરના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આવનારી ફિલ્મ ફાઇટરમાં એવું શું નવું કરવાનું છે જે પહેલાથી અલગ હોય. આને લીધે રીતિકની ઊંઘ ઊડી છે.

સિદ્ધાર્થ આનંદ અને રીતિક રોશન સુપરહિટ વૉર ફિલ્મ પછી એક્શન ડ્રામા ‘ફાઇટર’માં કામ કરી રહ્યા છે. ગોવામાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન સિદ્ધાર્થ આનંદે રીતિકને લઇ વાત કરી. ડિરેક્ટરે કહ્યું કે, રીતિક એક સુપર્બ હીરો છે. એક ડિરેક્ટર પોતાના કલાકાર પાસેથી બીજુ કશુ માગી શકે નહીં. રીતિકની સાથે રહેવું ખરેખર રોમાંચક અને પ્રેરક છે. તેમનામાં એક છુપાયેલ ફિલ્મ નિર્માતા છે. જે ઘણાં અભિનેતાઓમાં નથી અને તે ફિલ્મને તેના નજરે જુએ છે. માટે જ્યારે તમે તેમની સાથે બે હીરોવાળી ફિલ્મ કરો છો તે ખુશીની વાત છે કારણ કે તે પોતાની તરફ જરા પણ જોતા નથી બલ્કે ફિલ્મને મજબૂત કરવાની દિશામાં કામ કરે છે. તે પોતાને છેલ્લે રાખે છે જે મને લાગે છે કે આવા કલાકાર સાથે કામ કરવામાં ઘણી ખુશી થાય છે. રીતિક સાથે આ ફિલ્મમાં દીપિકા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બંને કલાકારો પહેલીવાર મોટી સ્ક્રીન પર સાથે જોવા મળશે.

રીતિક રોશને સિદ્ધાર્થ આનંદ સાથે ફાઇટર ફિલ્મમાં કામ કરવાને લઇ કહ્યું કે, આ ખૂબ જ રોમાંચક છે. હું મારા ડિરેક્ટરને નિરાશ કરવા માગતો નથી. જેણે મારા પર આ પ્રકારની ફિલ્મમાં કાસ્ટ કરવાને લઇ વિશ્વાસ કર્યો છે અને આ વધારે ડરામણું છે. કારણ કે હવે તેને પ્રભાવિત કરવો ખૂબ મુશ્કેલ છે. કારણ કે મેં એ બધુ કર્યું છે જે હું કરી શકતો હતો પણ હું હવે શું રજૂ કરવા જઇ રહ્યો છું એ કંઇક એવું છે જેના વિશે વિચારીને હું મારી રાતો પસાર કરી રહ્યો છું.

 
 
 
View this post on Instagram

A post shared by Hrithik Roshan (@hrithikroshan)

ભારતની પહેલી એરિયલ એક્શન ફ્રેન્ચાઇઝી ‘ફાઇટર’માં રીતિક રોશન પહેલીવાર મોટા પરદે દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp