વર્લ્ડ કપની સેમિફાઇનલને કારણે બુધવારે જાણો 'ટાઇગર-3'એ કેટલી કમાણી કરી
.jpg)
સલમાન ખાનની 'ટાઈગર 3' અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બુધવારે ભારત-ન્યૂઝીલેન્ડની વર્લ્ડ કપ સેમિફાઈનલની મેચ હતી, તેમ છતા સલમાન સ્ટારર આ ફિલ્મે કમાણી કરવામાં કોઈ કચાશ છોડી નથી. ફિલ્મે બુધવારે 20.50 કરોડની કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે 43 કરોડની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે 58 કરોડની કમાણી કરી હતી અને ત્રીજા દિવસે 43.50 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મની 4 દિવસની કમાણી 165 કરોડે પહોંચી ગઈ છે.
#Tiger3 started off well in morning shows on Day 4, but business took a severe hit post 1 pm due to the crucial #INDvsNZ semi-final cricket match.
— taran adarsh (@taran_adarsh) November 16, 2023
The fall in #Tiger3 was more pronounced due to the record-breaking viewership of the match.#Tiger3 Sun 43 cr, Mon 58 cr, Tue 43.50… pic.twitter.com/9RzNjZmWSp
'ટાઈગર 3'માં ટુવાલ ફાઇટ સીન માટે કેટરીનાએ ખૂબ મેહનત કરી, Video શેર કરી બોલી...
કેટરીના કૈફ અને સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3' મોટા પરદે રીલિઝ થઈ ગઈ છે. બંનેની જોડી 6 વર્ષ પછી મોટા પરદા પર જોવા મળી છેય દિવાળી પર આ ફિલ્મ રીલિઝ થઇ હતી. ફિલ્મના ટ્રેલરને પહેલાથી જ લોકો પસંદ કરી ચૂક્યા છે. આ ટ્રેલરમાં કેટરીનાના ફાઇટ સીન્સે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને એક ટુવાલ વાળો ફાઇટ સીન્સ ચર્ચાનો વિષય બન્યો છે. કેટરીનાએ આ ફાઇટ સીન પાછળ કેવી મહેનત કરી છે તો એક વીડિયો પણ શેર કર્યો છે.
'ટાઈગર 3'માં કેટરીનાના આ ફાઇટ સીનને તુર્કીના હમ્મામમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ સીનને લઇ અભિનેત્રીએ કહ્યું કે, તેને મોટા પરદે જોખમભર્યા એક્શન સીન્સ કરવા ખૂબ પસંદ છે. જ્યારે એક મહિલાની એક્શન હીરોઇન થવાની વાત આવે છે તો ટાઈગર ફ્રેન્ચાઇઝીએ હંમેશા તેને ઉપરના પાયદાને જવાની તક આપી છે. કેટરીના કહે છે, ઝોયાના પાત્ર દ્વારા એક સુપર સ્પાઇનું જીવન જીવ્યું છે. તેને આ ખૂબ જ પસંદ છે કે ફાઇટર મહિલા છે. આ મારા દર્શકો માટે એક નવો અને રોમાંચક અનુભવ રહેશે. કારણ કે જેટલી સારી રીતે લોકો પુરુષને ફાઇટ કરતા જોશે તેવી જ રીતે એક મહિલાને પણ જોઇ શકે છે.
કેટરીના કૈફે સીનના શૂટિંગને લઇ કહ્યું કે, ટુવાલવાળા ફાઇટ સીનની શૂટિંગ ઘણી મુશ્કેલીભરી રહી છે. આ સીનને વરાળયુક્ત હમ્મામની અંદર શૂટ કરવાનું હતું. જેમાં પકડવું, બચાવ કરવો, મુક્કો મારવો અને લાત મારવી બધુ ખૂબ જ મુશ્કેલ રહ્યું. અભિનેત્રીએ એ લોકોને પણ સલામ કર્યું જેણે આ સીન વિશે વિચાર્યું. કેટરીનાનું કહેવું છે કે તેને નથી લાગતું કે ભારતમાં સ્ક્રીન પર બે મહિલાઓની આ પ્રકારની ફાઇચ સીક્વેંસ રહી છે, જે રીતે મનીષ અને એક્શન ટીમે કામ કર્યું છે.
જણાવીએ કે, 'ટાઈગર 3'ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, સલમાન અને કેટરીના લીડ રોલમાં છે. આ ઉપરાંત શાહરૂખ ખાનનો કેમિયો રોલ પણ આ ફિલ્મમાં જોવા મળશે. સાથે જ હાલમાં એવી મીડિયા રિપોર્ટ્સ સામે આવી છે કે, ઋતિક રોશન પણ આ ફિલ્મમાં કેમિયો રોલમાં દેખાશે. 'ટાઈગર 3'નું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે અને આદિત્ય ચોપરા આ ફિલ્મનો પ્રોડ્યુસર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp