શિલ્પાના દીકરા પાસે ટ્રેનિંગ લેવા માગે છે ટાઈગર, એક્ટ્રેસે આપ્યો મજેદાર જવાબ

PC: khabarchhe.com

લોકડાઉન બાદથી જ જ્યાં કેટલાક સેલેબ્સ પરિવારની સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે, તો કેટલાક સ્ટાર્સ પોતાની સ્કિલ ટ્રેનિંગને લઈને પોતાને શ્રેષ્ઠ બનાવી રહ્યા છે. એવામાં શિલ્પા શેટ્ટી પણ સતત પોતાના પરિવારની સાથે વર્કઆઉટ કરી રહી છે. હાલમાં જ એક્ટ્રેસે દીકરા વિઆનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બેક ફ્લિપ મારતો દેખાઈ રહ્યો છે. વીડિયો સામે આવતા જ એક્ટર ટાઈગર શ્રોફે પણ લોકડાઉન બાદ તેની પાસેથી ટ્રેનિંગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

 
 
 
View this post on Instagram

Children always imitate whatever they see their parents doing. Seeing us workout and practice yoga, Viaan started taking an interest in his health and fitness early on. Kids have a lot of energy and it’s important for that enormous energy to be channelised well. He loves gymnastics, so I enrolled him.. But gymnastics without practice can make you rusty. So, we keep practising... keeps him occupied, active, and strong! So, if your kids want to pursue something they must practice because practice makes you perfect, and makes them hungry and sleep well... ha ha ha 😅😅😅🧿🧿Stay home, stay safe! . . . . . #MondayMotivation #SwasthRahoMastRaho #FitIndia #FitIndiaMovement #gymnastics #exercise #active #fitness #goodhealth #staysafe #stayhome #stayindoors

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પાએ રવિવારે પોતાના દીકરા વિઆનનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું કે, દીકરાને જિમનાસ્ટિક્સ પસંદ છે, આથી તેને ટ્રેનિંગ માટે પણ મોકલું છું. આ વીડિયો સામે આવતા જ કમેન્ટ કરતા ટાઈગર શ્રોફે લખ્યું, મને લાગે છે કે, લોકડાઉન પૂર્ણ થયા બાદ મારા નાના ભાઈ પાસે ટ્રેનિંગ લેવાની જરૂર પડશે.

ટાઈગરની આ કમેન્ટને જોતા શિલ્પાએ તેને જવાબ આપ્યો, ટાઈગર તે બેસ્ટ પાસેથી જ શીખી રહ્યો છે અને તે તુ છે. ટીમ ટાઈગર. વિઆન પણ ટીમ ટાઈગરનો હિસ્સો છે, જેને પગલે તે ટાઈગર પાસે ટ્રેનિંગ લઈ ચુક્યો છે. આ પહેલા પણ ટાઈગર વિઆનને લાઈવ જિમનાસ્ટ કરતા જોઈ ચુક્યો છે.

વાત જાણે એમ છે કે, ટાઈગર શિલ્પા શેટ્ટીના શો સુપર ડાન્સરમાં પોતાની 'ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2'નું પ્રમોશન કરવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન શિલ્પાએ સ્ટેજ પર દીકરા વિઆન પાસે થોડાં જિમનાસ્ટના સ્ટેપ્સ કરાવડાવ્યા હતા, જેને જોતા ટાઈગર ખૂબ જ ઈમ્પ્રેસ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp