ડ્રગ્સ કેસમાં પકડાયેલી ભારતી સિંહની પાંચ વર્ષ પહેલાની ટ્વિટ વાયરલ થઇ

PC: dnaindia.com

ડ્રગ્સના મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા કોમેડીયન ભારતી સિંહની ધરપકડથી લોકોને ઘણો મોટો ઝટકો લાગ્યો છે. ચર્ચામાં ચાલી રહેલી આ ખબરની વચ્ચે ભારતીનું એક જૂની ટ્વીટ પણ વાયરલ થઈ રહી છે. આ ટ્વીટ 2015ની છે, જેમાં ભારતીએ લોકોને ડ્રગ્સ ન લેવાની અપીલ કરી હતી. હવે આ ટ્વીટ ભારતી પર ભારે પડી ગયું હોવાનું સાબિત થઈ રહ્યું છે.

ભારતીએ 2015માં ટ્વીટ કર્યું હતું કે, પ્લીઝ ડ્રગ્સ લેવાનું બંધ કરો. તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેના આ ટ્વીટ પર યુઝર્સ બરાબરની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, 5 વર્ષ પહેલા ભારતી સિંહ ડ્રગ્સ પર જ્ઞાન આપતી હતી. એક બીજા યુઝરે લખ્યું છે, આ ટ્વીટ સાબિત કરે છે કે ભારતી સિંહ સાચે જ કોમેડિયન છે. મસ્ત જોક માર્યો છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ ટ્વીટ પણ તેણે માલ ફૂંકીને જ કરી હતી.

આવી જ રીતે ઘણા યુઝર્સના નિશાના પર અત્યારે ભારતી સિંહની આ ટ્વીટ ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહી છે. કોમેડીયન રાજૂ શ્રીવાસ્તવે પણ ડ્રગ્સના મામલે ભારતીની ધરપકડ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેણે કહ્યું હતું કે,શું જરૂર છે આ બધી વસ્તુઓ લેવાની. ડ્રગ્સ વિના અને નશા વગર શું કોમેડી થઈ શકતી નથી. હું તેના લગ્નમાં ગયો હતો. ડાન્સ થઈ રહ્યો હતો. કોમેડી જ થઈ રહી હતી. અમને લાગતુ હતું કે લગ્નના જોશમાં મોડી રાત સુધી ડાન્સ કરી રહ્યા છે. એનર્જી ત્યાંથી આવી રહી છે. પરંતુ હવે ખબર પડી કે આ રીતની હરકતો થઈ રહી હતી.

શનિવારે એનસીબીએ મુંબઈમાં 3 જગ્યાઓ પર દરોડા માર્યા હતા. ભારતી અને તેના પતિ હર્ષ લીંબાચિયાના ઘરે પણ છાપામારી કરવામાં આવી હતી. જેના પછી ભારતી સિંહ અને તેના પતિ હર્ષની એનસીબી દ્વારા પૂછતાછ કરવામાં આવી હતી અને પછી ભારતીના ઘરેથી 85 ગ્રામ જેટલો ગાંજો મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. એનસીબી દ્વારા ડ્રગ્સને લઈને બોલીવુડના ઘણા સ્ટાર્સની તપાસ કરવામાં આવી રહી છે. સુશાંત સિંહ રાજપૂત કેસના ડ્રગ્સના એંગલમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનથી લઈને ટેલિવીઝન જગતના પણ અનેક સિતારાઓની તપાસ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp