વાણી કપૂરનો આ હોટ ડાન્સ વીડિયો થયો વાયરલ

‘શુદ્ધ દેશી રોમાન્સ’થી બોલિવુડમાં ડેબ્યુ કરનારી વાણી કપૂરનો એક વીડિયો આજકાલ ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે. બેક ટુ બેક યશરાજ બેનરની ફિલ્મ કરી રહેલી વાણી કપૂરના ‘મેં યાર મનાના ની’ ના નવા વર્ઝનના ઠૂમકા લોકોને ખૂબ પસંદ પડી રહ્યાં છે. આ સોંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની તુલના કેટરીના કૈફના ‘કમલી' ડાન્સ સાથે થઈ રહી છે. એક જ દિવસમાં આ સોંગે 1.25 લાખ વ્યૂ મેળવી લીધા છે. સોંગને યાશિતા શર્માએ અવાજ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.