દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેના નિધનની અફવા, દીકરીએ નિવેદન આપતા જુઓ શું કહ્યું

PC: india.postsen.com

બોલિવુડની ઘણી હિટ ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લોકોને પર કરનારા એક્ટર વિક્રમ ગોખલેની હાલત નાજુક છે. વિક્રમ ગોખલે છેલ્લા કેટલાક દિવસોથી હૉસ્પિટલમાં એડમિટ છે. જો કે, તેમના નિધનની અફવા છે. અહીં સુધી કે અજય દેવગન, રિતેશ દેશમુખ, નવાઝુદ્દીન સીદ્દિકી, જાવેદ જાફરીએ તો તેમને શ્રદ્ધાંજલિ પણ આપી દીધી. જો કે, ત્યારબાદ તેમની દીકરીનું નિવેદન સામે આવ્યું. દીકરીએ કહ્યું કે, વિક્રમ ગોખલેની હાલત નાજુક છે. તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેમનું નિધન થયું નથી. તેમના માટે પ્રાર્થના કરો.

વિક્રમ ગોખલે પૂણેની હૉસ્પિટલમાં એડમિટ છે. CINTAના સીનિયર પ્રેસિડેન્ટ મનોજ જોશીએ દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેના ક્રિકટિકલ કન્ડિશન બાબતે જાણકારી આપી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, તેઓ (વિક્રમ ગોખલે) ક્રિટિકલ છે અને તેઓ પૂણેની દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં એડમિટ છે. નવી જાણકારી મુજબ, વિક્રમ ગોખલેની હાલત બગડી ગઇ છે. વિક્રમ ગોખલેની કન્ડિશન ખૂબ ક્રિટિકલ બતાવવામાં આવી રહી છે. આ દરમિયાન એક્ટરના સ્વાસ્થ્યને લઇને જાતજાતની અફવાઓ ફેલાઇ રહી છે.

એવામાં વિક્રમ ગોખલેની દીકરીએ લોકોને રીક્વેસ્ટ કરી છે કે તેઓ એક્ટરના સ્વાસ્થ્યને લઇને કોઇ પ્રકારની અફવાઓ ન ફેલાવે. વિક્રમ ગોખલેની નાજુક હાલત બાબતે જાણકારી મળતા જ એક્ટરના તમામ ફેન્સમાં નિરાશા છવાઇ ગઇ છે. વિક્રમ ગોખલેના નજીકના અને બધા ફેન્સ તેમના સ્વાસ્થ્ય માટે દુઆઓ માગી રહ્યા છે. દરેક એવું ઇચ્છે છે કે વિક્રમ ગોખલે વહેલી તકે સારા થઇ જાય. વિક્રમ ગોખલેની ઉંમર 82 વર્ષ છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તબિયત બગડવાના કારણે તેમને થોડા દિવસ અગાઉ હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા.

સારવાર બાદ તેમના સ્વાસ્થ્યમાં પણ થવા લાગ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની હાલત ફરી બગડી ગઇ અને હવે તેઓ ખૂબ ક્રિટિકલ હાલતમાં છે. વિક્રમ ગોખલેના તમામ ફેન્સ તેમને દુઃખી હૃદયે યાદ કરી રહ્યા છે. વિક્રમ ગોખલેએ 26 વર્ષની ઉંમરમાં વર્ષ 1971માં પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મ બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન સાથે હતી, જેનું નામ પરવાના હતું, વિક્રમ ગોખલે બ્લોકબસ્ટર ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ માટે જાણીતા છે. આ ફિલ્મમાં તેમણે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાની ભૂમિકા ભજવી હતી. એ સિવાય તેમને અગ્નિપથ અને ખુદા ગવાહમાં પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp