વિવેક ઓબેરોય પત્ની સાથે મુંબઈના રસ્તા પર દોડાવી રહ્યો હતો બાઇક, કરી બેઠો ભૂલ...

PC: khabar.ndtv.com

બોલિવુડ એક્ટર વિવેક ઓબેરોયનો એક વીડિયો હાલના દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની પત્નીને બાઇક પાછળ બેસાડીને ફરતો નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે વિવેક ઓબેરોયનો એક વીડિયો એટલા માટે પણ ચર્ચાનો વિષય બન્યો છે કેમકે તેમાં વિવેક ઓબેરોય હેલમેટ અને માસ્ક પહેર્યા વિના બાઇક ચલાવતો નજરે પડે છે. વિવેક ઓબેરોયનો આ વીડિયો સામે આવતા જ સામાજિક કાર્યકર્તા મોનું વર્ગીસે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ અને રાજ્ય પોલીસને મુસાફરીના નિયમોનું ઉલ્લંઘન માટે વિવેક ઓબેરોય વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો હતો.

સામાજિક કાર્યકર્તાનાં અનુરોધ બાદ મુંબઈ પોલીસ દ્વારા હેલમેટ વિના બાઇક ચલાવવા માટે એક્ટર વિરુદ્ધ ઇ-ચલાન જાહેર કરવામાં આવ્યુ. સાથે જ સંતાક્રૂઝ ટ્રાફિક પોલીસે વિવેક ઓબેરોય પર દંડ પણ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે વિવેક ઓબેરોયે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈ ડેના દિવસે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે પોતાની પત્ની સાથે ફિલ્મ સાથિયાવાળી સ્ટાઇલમાં મુંબઈના રસ્તા પર બાઇક રાઇડની મજા લેતો નજરે પડે છે.

સાથે જ એક્ટરે વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હું મારી પત્ની અને વો સાથે આ પ્રેમભર્યા વેલેન્ટાઇન દિવસની શરૂઆત! પરંતુ આ વીડિયોએ જ તેના માટે મુશ્કેલી ઊભી કરી નાખી. આ વીડિયો બાદ જ સામાજિક કાર્યકર્તા મોનું વર્ગીસે આપત્તિ દર્શાવતા મુંબઈ પોલીસને ટેગ કરી અને તેની વિરુદ્ધ માસ્ક અને હેલમેટ ન પહેરવા માટે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. વિવેક ઓબેરોય વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટના સેક્શન 29/177 અને એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જૂહુ પોલીસ સ્ટેશનમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસના આ એક્શન પર વિવેક ઓબેરોય તરફથી કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર લોકોનો એક વર્ગ એક્ટર પર પ્રહાર કરી ચૂક્યો છે. હવે જે ફિલ્મી અંદાજમાં વિવેક ઓબેરોય બાઇક ચલાવી રહ્યો હતો, તેને જોતાં બધા હસી રહ્યા છે. આમ પહેલીવાર નથી થયું, જ્યારે મુંબઈ પોલીસે કોઈ સેલિબ્રિટી વિરુદ્ધ એક્શન લીધું હોય. હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે એક્ટર રણબીર કપૂરની ગાડીને પણ લોક કરી દેવામાં આવી હતી, જ્યારે તેણે નો પાર્કિંગ ઝોનમાં પોતાની ગાડી પાર્ક કરી હતી, આવા ઘણા કિસ્સા ચર્ચામાં છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp