26th January selfie contest

લોકસભા ચૂંટણી દરમિયાન જ રીંલિઝ થશે PM Modiની બાયોપિક

PC: jagranimages.com

વડાપ્રધાન મોદીના જીવન પર બનેલી ફિલ્મ PM Narendra Modi  આ વર્ષે જ 12 એપ્રિલના રીલિઝ કરવામાં આવશે. ફિલ્મની રીલિઝ ડેટની આજે જાહેરાત કરવામાં આવી હતી, જેનો અર્થ એ થાય કે ફિલ્મ હવે લોકસભા ચૂંટણી દરમિયાન જ રીલિઝ કરવામાં આવશે.

મેરી કોમ ફિલ્મ બનાવી ચૂકેલા ઓમંગ કુમાર આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે જેમાં PM નરેન્દ્ર મોદીની ભૂમિકા વિવેક ઓબરોય નીભાવી રહ્યો છે. ફિલ્મની શૂટિંગ હાલ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી સાત તબક્કાઓમાં થઇ રહી છે, જે 11 એપ્રિલથી શરૂ થનાર છે. પહેલા તબક્કાના મતદાનના બીજા જ દિવસે આ ફિલ્મને દેશભરમાં રીલિઝ કરવાની યોજના કરવામાં આવી રહી છે.

મોદીના જીવન પર બનેલી ફિલ્મનું શૂટિંગ પહેલા અમદાવાદ, કચ્છ અને ભૂજમાં કરવામાં આવ્યું હતું પછી ઉત્તરકાશીના હર્ષિલ વેલીમા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં વિવેક ઉપરાંત દર્શન કુમાર, અક્ષત આર. સલુજા, અંજન શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ગુપ્તા અને યતિન કારેકર મોટી ભૂમિકા ભજવશે. ફિલ્મમાં બોમન ઇરાની રતન તાતાના અને જરીના વહાબ PM મોદીના માતા હિરાબાના રોલમાં જોવા મળશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp