BJP નેતાને સ્વરાએ કહ્યુ-બંગાળની 70% વસ્તી હિન્દૂ છે અંકલ, હિન્દૂઓની લાત ખાધી તમે

PC: hindustantimes.com

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી TMCએ પૂર્ણ બહુમત સાથે જીત હાંસલ કરી છે. જ્યારે BJPએ હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણી પરિણામ પર તમામ બોલિવુડ સિલેબ્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા સિલેબ્સને આ બહાને કેન્દ્ર સરકાર અને PM મોદી પર નિશાનો સાધવાની તક મળી ગઈ છે. તે સિવાય સોશિયલ મીડિયા પર લોકો દ્વારા પણ વિવિધ મીમ્સ અને જોક્સ ભાજપ સરકાર પર બનાવેલા વાયરલ થયેલા જોવા મળે છે.

બોલિવુડ અભિનેતા કમાલ આર ખાને પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું છે કે, BJP હારે છે તો લાગે છે કે દેશ જીતી રહ્યો છે. જ્યારે અભિનેત્રી સ્વરા ભાસ્કરે બીજેપી નેતાને જવાબ આપતા કહ્યું છે કે હિન્દૂઓએ હરાવ્યા છે. તેની સાથે ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ પણ BJPને સવાલ કરતા જોવા મળ્યા છે. KRKએ કહ્યું છે કે- તમને બધાને મમતા દીદીની જીતની ઘણી શુભેચ્છાઓ. BJP હારે છે તો લાગે છે કે મારો દેશ જીતી રહ્યો છે. શું તમને પણ એવું જ લાગે છે. આજે બુરાઈ પર અચ્છાઈની જીત થઈ છે.

એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે બીજેપી નેતા રાકેશ સિન્હાને જવાબ આપતા લખ્યું છે- બંગાળની 70 ટકા વસ્તી હિન્દૂ છે અંકલ, હિન્દૂઓોની લાત ખાધી છે તમે. સ્વરાએ એક બીજી પોસ્ટ કરી છે જેમાં તેણે મજાક કરતા લખ્યું છે- મોદી જી- દીદી ઓ દીદી, દીદી બોલ્યા- યે લે(કોઈ નીચે પડેલા વૃદ્ધનો મજાક ઉડાવવો જોઈએ નહીં, પણ મહિલાઓની સાથે તુચ્છ છેડછાડ કરનારાવાળાઓ માટે આ સટીક જવાબ હોય.)

જ્યારે ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ બંગાળ ચૂંટણીમાં બીજેપીની કારમી હાર પછી પીએમ મોદીને સવાલ પૂછ્યો છે- નરેન્દ્ર મોદી સર જી, અત્યાર સુધી તો તમે કહી રહ્યા હતા કે દીદી હવે ખતમ, હવે તમે શું કહેશો સર.

રામ ગોપાલ વર્માની આ પોસ્ટ પર રામ નામના એક યુઝરે રિએક્ટ કર્યું છે અને કમેન્ટમાં કહ્યું છે- મમતા દીદીનો અંત સામે આવી રહ્યો છે. તેમનું ડાઉનફોલ શરૂ થઈ ગયું છે. 5 વર્ષ પહેલા બીજેપીને વિધાનસભામાં માત્ર 3 બેઠકો મળી હતી. પરંતુ આજે તે 80+ બેઠકો લઈને આવી છે. પરંતુ સમય જલદી આવશે જ્યારે BJP જીતશે. આ સિવાય ઘણા યુઝર્સ પણ બીજેપી પર બનેલા મીમ્સ વાયરલ કરી રહ્યા છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp