ઈન્ડિયન આઈડલનો ખિતાબ જીતવા પછી ક્યા ગાયબ છે તેના વિનર્સ

PC: youtube.com

ટેલિવિઝનનો સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ લોકોનો પસંદગીનો શો છે. આ શોમાં દૂર દૂરથી લોકો આવીને ભાગ લે છે અને અંતમાં એકસંગીતકાર એવો બચે છે જે ઈન્ડિયન આઈડલનો ખિતાબ પોતાના નામ પર કરી લે છે. ટીવી રિયાલિટી શોઝના દરેક સીઝનમાં કોઈ ને કોઈએ પોતાના નામ પર આ ખિતાબ કર્યો છે. તેમાંથી એવા ઘણા વિનર્સ પણ છે, જે હાલમાં ગાયબ જોવા મળી રહ્યા છે. સંગીતના ક્ષેત્રમાં તેમનું નામો નિશાન જોવા નથી મળી રહ્યું.

અભિજીત સાવંત સીઝન 1

ઈન્ડિયન આઈડલની પહેલી સીઝનની વાત કરીએ તો અભિજીત સાવંતે આ સીઝનની ટ્રોફી પોતાના નામ પર કરી હતી. પરંતુ તે આજકાલ ગાયબ જોવા મળી રહ્યો છે. અભિજીતે આ સીઝનમાં 11 ભાગ લેનારને હરાવીને જીત્યો હતો. જેના પછી તેણે ઘણી ગીતો ગાઈને લોકોનું દિલ જીત્યું હતું પંરતુ ઘણા સમયથી તે કોઈ ચર્ચામાં દેખાઈ રહ્યો નથી.

સંદીપ આચાર્ય સીઝન 2

ઈન્ડિયન આઈડલ સીઝન 2નો વિજેતા સંદીપ આચાર્ય બન્યો હતો. તમને જણાવી દઈએ કે તે સમયે તેણે આ ખિતાબ જીતીને સોની ટીવી સાથે એક કરોડનો કોન્ટ્રાક્ટ, એક મ્યુઝિક આલ્બમનો કોન્ટ્રાક્ટ પણ જીત્યો હતો. આ સીઝનમાં નેહા કક્કરે પણ ભાગ લીધો હતો. તે ત્રીજા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી અને હવે તે આ શોને જજ કરી રહી છે. જોકે સંદીપ હવે આ દુનિયામાં નથી. 15 ડિસેમ્બર 2013ના રોજ તેનું નિધન થઈ ગયું હતું.

પ્રશાંત તમાંગ સીઝન 3

2007માં પ્રશાંતે સીઝન 3ની ટ્રોફી જીતી હતી. શો પત્યા પછી પ્રશાંત ઘણો જાણીતો બની ગયો હતો પરંતુ હવે પ્રશાંત ક્યાં છે તેની કોઈને ખબર નથી.

સૌરભી દેબબર્મા

ચોથી સીઝનમાં પહેલી વખત કોઈ છોકરીએ ખિતાબ પોતાના નામ પર કર્યો હતો. આ સીઝનમાં કૈલાશ ખેર, સોનાલી બેન્દ્રે, જાવેદ અખ્તર અને અનુ મલિકે જજ કર્યો હતો. સૌરભીએ સૌરભા થાપાને હાર આપી હતી. આ ખિતાબ જીત્યા પછી તેના લગ્ન થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

શ્રીરામ ચંદ્ર સીઝન 5

શ્રીરામે સીઝન 5 જીત્યા પછી મેરે બ્રધર કી દુલ્હન, યે જવાની હૈ દિવાની જેવા ફિલ્મોમાં ગીત ગાયા છે. તે સિવાય તે 7 ભાષાઓમાં ગીત ગાઈ ચૂક્યો છે. તેની ઘણી સારી ફેન ફોલોઈંગ છે અને સારી સિંગિંગના કારણે હજુ પણ ઘણા લોકોનો ફેવરિટ છે.

વિપુલ મહેતા સીઝન 6

છઠ્ઠી સીઝન જીત્યા પછી તેણે પોતાનું સિંગલ આલ્બમ વંદે માતરમ રીલિઝ કર્યું હતું, જે ઘણું હીટ રહ્યું હતું. હવે તે ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીથી દૂર છે પરંતુ ઘણી જગ્યાઓએ પ્રાઈવેટ શોઝ કરી રહ્યો છે.

અંજના પદ્મનાભન

2013ની સીઝનમાં નાના બાળકોને તક આપવામા આવી હતી. જેમાં પહેલી ઈન્ડિયન આઈડલ જુનિયર તરીકે અંજનાએ 25 લાખ રૂપિયા, એક કાર, પાંચ લાખની એફડી અને એક સ્પોન્સર તરફથી બીજા બે લાખ રૂપિયા જીત્યા હતા.

અનન્યા શ્રીતમ નંદા

આઠમી સીઝન પણ બાળકોને નામ રહી હતી. અંજનાએ ખિતાબ જીત્યા પછી 13 વર્ષની અનન્યાએ આ ખિતાબ જીત્યો હતો. તે સીઝનને સલીમ મર્ચન્ટ, વિશા દદલાની અને સોનાક્ષી સિંહા જજ કરી રહ્યા હતા.

એલવી રેવંત

વિશાખાપટ્ટનમનો એલવી રેવંતે સીઝન 9 જીતી હતી. આ પછી તેણે ફિલ્મ બાહુબલીમાં મનોહરી ગીત ગાયું અને તે સિવાય તે અર્જુન રેડ્ડીમાં પણ ગીત ગાઈ ચૂક્યો છે.

સલમાન અલી

આ સીઝનમાં સલમાન અલીએ ટ્રોફી જીતી હતી. નાની ઉંમરથી જ તે પોતાના પિતા સાથે લગ્નોમાં અને જાગરણાં ગાવા જતો હતો. તે સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે અને હાલમાં ઝી પર રજૂ થયેલા સંગીત કા મહાયુદ્ધમાં જોવા મળ્યો હતો.

સની હિન્દુસ્તાની

પંજાબના ભટીંડાનો રહેવાસી સનીને બાળપણથી જ ગાવાનો શોખ હતો અને બાળપણમાં પોતાના પિતાના નિધન પછી તે નાના નાના કાર્યક્રમોમાં ગાવા જતો હતો. શો જીત્યા પછી તેની કિસ્તમ બદલાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp