રાતે સાડા 3 વાગ્યે સલમાન ખાનના ઘરે પહોંચ્યો રેમો, જાણો શું છે આખો મામલો

PC: twitter.com

બોલિવુડમાં સલમાન ખાન સાથે વેર લેવું એ પાણીમાં રહીને મગર સાથે વેર લેવા જેવું માનવામાં આવે છે. સલમાન ખાન સાથે બોલિવુડમાં બધા સારા સંબંધ બનાવવા માગે છે. થોડા સમય પહેલા ફિલ્મ 'રેસ 3' દરમિયાન સલમાન ખાન અને રેમો ડિસૂઝા વચ્ચે થોડી ખટાશ આવી ગઈ હતી. જાણવા મળ્યું છે કે સલમાન અને રેમો વચ્ચે ફિલ્મના કેટલાક સીનને લઈને મતભેદ હતા. ત્યાર બાદ ફિલ્મ 'રેસ 3' જ્યારે બોક્સ ઓફીસ પર આશા પ્રમાણે નહીં ચાલી તેથી બંને વચ્ચેના સંબંધમાં વધુ ખટાશ આવી હતી.

હવે જે પ્રકારે સલમાન પ્રત્યે રેમો પોતાની દિવાનગી બતાવી રહ્યો છે તેનાથીક લાગે છે કે તેમની વચ્ચેનો ખટરાગ સમાપ્ત થઇ શકે છે. વાસ્તવમાં હાલમાં સલમાન ખાનની આવનારી ફિલ્મ 'ભારત' અને રેમોની અપકમિંગ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર'ના સેટ્સ મુંબઈ સ્થિત ફિલ્મસિટીમાં જ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેમો હાલમાં પોતાની ફિલ્મની શૂટિંગમાંથી સમય કાઢીને 'ભારત'ના સેટ પર ગયો હતો પરંતુ સલમાન ખાન શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે તેને મળી ન શક્યો. જોકે સલમાન ખાને રેમોને રાતે ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું.

Image result for salman remo race 3

પછી શું? રેમો રાતે સાડા ત્રણ વાગ્યે સલમાન ખાનના ઘરે પહોંચ્યો. માનવામાં આવી રહ્યું છે કે રેમો જૂની વાતો ભૂલીને સલમાન ખાનને મનાવવાની કોશિશ કરી રહ્યો છે. રેમો ઇચ્છે છે કે 'રેસ 3'ના કારણે તેમના સંબંધ બગડ્યા છે તેમાં હવે સુધારો થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp