જો તમે લકી હશો તો આ સુપરસ્ટાર સાથે તેના ઘરમાં રહેવાનો મળશે મોકો

PC: airbnb.co.in

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનના ઘરમાં જો તમને એક રાતના મહેમાન બનવાની તક મળે તો તેમે કેવું મહેસૂસ કરશો. તમને જો આવી તક મળે તો ચોક્કસ થી તમારી લાઈફની બેસ્ટ પળ કહી શકાય. પરંતુ એવું ત્યારે થશે જ્યારે તમે લકી હશો. અસલમાં, શાહરુખના દિલ્હીના ઘરમાં એક રાત રોકાવવા માટે બે સામાન્ય લોકોની પસંદગી એક સિલેક્શન કમિટી દ્વારા કરવામાં આવશે, જેમાં શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન પણ સામેલ હશે.

 
 
 
View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

અમેરિકી વેકેશન રેન્ટલ ઓનલાઈન કંપની Airbnb આ તક તમામ લોકોને આપી રહી છે. તેના માટે તમારે તેની વેબસાઈટ પર જઈને આવેદન કરવું પડશે. આ આવેદનની અંતિમ તારીખ 30 નવેમ્બર 2020 રાખી છે અને 15 ડિસેમ્બરના રોજ બે પસંદ કરેલા લોકોના નામની જાહેરાત કરવામાં આવશે.

નામની જાહેરાત થયા પછી શાહરુખ ખાનના દિલ્હીમાં આવેલા પંચશીલ પાર્ક સ્થિત તેમના ઘરમાં પસંદગી પામેલા 2 લોકો 13 ફેબ્રુઆરી, 2021ના રોજ રાત પસાર કરવાની તક મળશે. આ વાતની જાણકારી શાહરુખ ખાને જાતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આપી છે. મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો આ દરમિયાન બે લકી લોકોને શાહરુખના ઘરમાં ડિનર પણ કરવાની તક મળશે અને સાથે તે શાહરુખ ખાનની ફિલ્મ પણ જોઈ શકશે.

જણાવી દઈએ કે એવું પહેલી વખત થશે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિને કોઈ બોલિવુડ સુપરસ્ટારના ઘરે એક રાત રોકાવવાની તક મળશે. પોતાનું દિલ્હીવાળા ઘરને શાહરુખની પત્ની ગૌરી ખાને જાતે ડિઝાઈન કર્યું છે. શાહરુખ ભલે પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે, પરંતુ દિલ્હીના ઘર સાથે તેની ઘણી બધી યાદો જોડાયેલી છે. શાહરુખ જ્યારે પણ દિલ્હી આવે છે, તો પોતાના આ ઘરમાં જ રોકાય છે.

હાલમાં શાહરુખ તેની આગામી ફિલ્મ પઠાણના શૂટિંગમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ જોવા મળશે. આ ફિલ્મની ઘણી ચર્ચાઓ તેનું શૂટિંગ શરૂ થતા પહેલા જ શરૂ થઈ ગઈ છે. આ સિવાય ફિલ્મમાં સલમાન કેમિયો રોલ કરતો જોવા મળશે. તેની સાથે ફિલ્મમાં ફીસ લેવા કરતા શાહરુખ ફિલ્મના નફામાં પોતાન હિસ્સો લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp