વધુ 15 ઇ-રીક્ષા,1 ઇલેકટ્રીક કારને મંજૂરી: કુલ 74 ઈ-રિક્ષા ફરતી થઈ

PC: evobsession.com

પર્યાવરણ જતનના હેતુથી ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે અનેકવિધ હકારાત્મક પગલાં ભર્યા છે. જેના ભાગરૂપે વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને વાહનવ્યવહાર કમિશનર આર.એમ.જાદવની ઉપસ્થિતિમાં મળેલી રાજ્ય વાહનવ્યવહાર સત્તામંડળની બેઠકમાં વધુ 15-ઇ.રીક્ષાઓ અને એક ઇલેકટ્રીક કાર (Mahindra Verito) ને મંજૂરી આપવામાં આવી છે.

આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ-74 ઇ-રીક્ષાઓને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ઇલેકટ્રોનિકસ વાહનોને મંજૂરી આપવાની પદ્ધતિ ખૂબ સરળ બનાવવામાં આવી છે જેથી કરીને રસ ધરાવતા મહત્તમ ચાલકો આ ઇલેકટ્રોનિક્સ વાહનોનો ઉપયોગ કરી શકે તેમ વાહનવ્યવહાર કમિશનર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp