ઇઝરાયેલના વડાપ્રધાનની અનોખી ગિફ્ટ: વોટર ડી-સેલીનેશન પ્લાન્ટ ધરાવતી મોબાઇલ વાન

PC: google.com

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્‍જામીન નેતન્‍યાહુ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે ત્‍યારે ઇઝરાયેલના વડાપ્રધાનએ ભારતના વડાપ્રધાનને વોટર ડીસેલીનેશન પ્લાન્ટ ધરાવતી મોબાઇલ વાનની અનોખી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ નેતાન્યાહુનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.

બનાસકાંઠા જિલ્‍લાના સરહદી અને રણ વિસ્‍તાર સુઇગામને મળેલ આ અનોખી ભેટનું વિડીયો કોન્‍ફરન્‍સથી બન્ને વડાપ્રધાનઓના હસ્‍તે બનાસકાંઠા જિલ્‍લાના બોર્ડર વિસ્‍તારમાં ફરજ બજાવતા બી.એસ.એફ.ના જવાનો માટે લોકાર્પણ કરવામાં આવી છે.

આ વાનની વિશેષતા એ છે કે, દરિયાનું ખારૂ પાણી પ્રતિદિન 20,000 લીટર અને તળાવ કે ભરાયેલુ કે નદીમાં વહેતા અશુદ્ધ 80,000 લીટર પાણીને પ્રતિદિન શુધ્‍ધ કરે છે.

ઉલ્‍લેખનીય છે કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ઇઝરાયલની વર્ષ-2017માં મુલાકાત લીધી હતી ત્‍યારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્‍જામીન નેતન્‍યાહુએ આ વાન ચલાવીને બંન્‍ને મહાનુભાવોએ ઓલગા બીચની સફર કરી હતી. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આ વાન દ્વારા પ્રોસેસીંગ કરીને શુદ્ધ થયેલા પાણીનો ટેસ્‍ટ પણ કર્યો હતો.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્‍જામીન નેતન્‍યાહુ ભારતની મુલાકાતે આવ્‍યા છે ત્‍યારે તેમણે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને આ વાન ગીફ્ટ કરી છે. આ ગીફ્ટને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સુઇગામ વિસ્તારમાં બોર્ડર ઉપર ફરજ બજાવતા બી.એસ.એફ.ના જવાનો માટે લોકાર્પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp