કેલીફોર્નિયાના જંગલમાં ભીષણ આગ, 10ના મોત

PC: pri.org

અમેરિકાનો કેલિફોર્નિયા વિસ્તાર વાઇન બનાવવા માટે ખૂબ જ જાણિતો છે. પરંતુ એ  વિસ્તારમાં ભીષણ આગ ફેલાઇ રહી છે. આ આગ ઓછામાં ઓછા 10ને ભરખી ગઇ છે.

કેલિફોર્નિયાના નાપા, સોનોમા અને યૂબા વિસ્તારમાં આવેલા જંગલમાં ભીષણ આગ લાગી છે. આગને પગલે આ વિસ્તારના 20 હજાર લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા છે. આ વિસ્તારમાં કટોકટીની જાહેરાત કરાઇ છે. ભારે પવન ફૂંકાવાને કારણે આગ ઝડપથી ફેલાઇ રહી છે.

અહીં આવેલા દ્રાક્ષના બાગોમાં કામ કરતા સેંકડો લોકોને હેલિકોપ્ટરો દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. ભારે પવન, ઓછો ભેજ અને ગરમ, સુકા મોસમને કારણે આગ ઝડપથી ફેલાઇ રહી છે. અમેરિકાના રાષ્ટ્રીય હવામાન વિભાગે સાન ફ્રાંન્સિસ્કો સુધી આગ ફેલાવાની ચેતવણી આપી છે. આગના કારણે કેટલાય માર્ગો બંધ કરી દેવાયા છે, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે, સાથે જ લોકોનું સ્થળાંતર કરવામાં ભારે મુશ્કેલી પડી છે. વહીવટી તંત્રનું કહેવું છેક જો હવાની ઝડપ ઘટે નહી તો આગને કાબુમાં લેવી મુશ્કેલ થઇ પડશે.

કેલિફોર્નિયાના વન વિભાગના પ્રમુખ કિમ પિમલોટે કહ્યું છે કે લગભગ દોઢ હજાર ઇમારત આગમાં સ્વાહા થઇ ગઇ છે. જો કે રવિવારની રાત્રે આ આગ કઇ રીતે લાગી તેનું કારણ હજુ જાણવામાં આવ્યું નથી. મેડસિનો કાઉન્ટીમાં એકનું મોત થયું છે. ઉપરાંત એક વૈલીની હજારો એકર જમીન પરનું તમામ ભસ્મ થઇ ગયું છે.

અત્યાર સુધીમાં દસના મોત થયા છે, મૃત્યુઆંક વધવાની સંભાવના પણ નકારી શકાતી નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp