અમેરિકામાં મંગળ કરતાં પણ વધુ ઠંડી પડશે, જાણો કેવી રીતે

PC: dynamitenews.com

ગરમ અને ઠંડા પ્રવાહ સામસામા ભટકાશે તેના કારણે અમેરિકામાં ભારે ઠંડી પડશે એવી ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. આ બંને પ્રવાહની અથડામણને બોમ્બ સાયક્લોન કહેવામાં આવે છે. વિજ્ઞાનીઓએ તો ત્યાં સુધી કહ્યું છે કે બોમ્બ સાયક્લોનને કારણે અમેરિકાના ઘણા ભાગોમાં મંગળ કરતાં પણ વધુ ઠંડી પડશે. જ્યોર્જિયા અને કેલિફોર્નીયાના કેટલાક વિસ્તારોમાં ઠંડી અને હિમપાત વધુ છે અનેક જગ્યાએ તળાવો અને ફાઉન્ટેન બરફમાં ફેરવાઇ ગયા છે.

નેશનલ વેધર સર્વિસના કહેવા મુજબ આવતા 24થી 48 કલાકમાં સ્થિતિ વધુ બગડી શકે છે. અહી બોમ્બ સાઇક્લોનની વોર્નિંગ આપવામાં આવી છે એટલે કે ખતરનાક બરફનું તોફાન અમેરિકામાં આવશે. સીએનએનના કહેવા મુજબ આ દરમિયાન ન્યૂ ઇંગ્લેન્ડ સહિત દેશના કેટલાક વિસ્તારોમાં 6થી 12 ઇંચ બરફ પડશે. 64થી 96 કિ.મી.ની ઝડપે બર્ફિલા પવનો ફૂંકાશે. ફોરકાસ્ટ મુજબ અમેરિકાના સાઉથ અને નોર્થ ઇસ્ટમાં રસ્તાથી સફર કરવાનું મુશ્કેલ બનશે. લોકોને રસ્તાનો ઉપયોગ નહીં કરવા જણાવાયું છે. જ્યોર્જિયામાં કટોકટી જાહેર કરાઇ છે. ન્યુ હેમ્પસાયરના માઉન્ટ વોશિંગ્ટન ઓર્બ્જવેટરીના વૈજ્ઞાનિક ટેલર રીગનના કહેવા મુજબ થોડા દિવસ પહેલા મંગળનું તાપમાન માઇનસ બે ડિગ્રી નોંધાયું હતું.

આ સપ્તાહના અંતમાં નોર્થ ઇસ્ટ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં તાપમાન આનાથી ઓછું થઇ શકે છે એટલે કે મંગળથી પણ વધુ ઠંડી પડશે. આ વિસ્તારોમાં તાપમાન માઇનસ 35 ડિગ્રીથી ઓછું પણ થઇ શકે છે. બરફના તોફાનને કારણે ગુરુવારે 2700 ફલાઇટ કેન્સલ કરવામાં આવી છે. વિસકોનીશનમાં 5, ટેક્સાસમાં 4, નોર્થ ડકોટા અને મિસોરીમાં બે વ્યક્તિના ઠંડીના કારણે મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp