PM મોદી સરકાર 34 વર્ષ બાદ ફરી લાગૂ કરી શકે છે ઈન્હેરિટેન્સ ટેક્સ

PC: orissadiary.com

સરકારી ગલિયારામાં ચર્ચા છે કે, આ વર્ષે બજેટમાં એસ્ટેટ ડ્યૂટી અથવા ઈન્હેરિયન્સ ટેક્સ ફરીથી લગાવવામાં આવી શકે છે. વિપક્ષે આ અંગે વિરોધ વ્યક્ત કરી રહ્યું છે, જ્યારે અર્થશાસ્ત્રીઓનું કહેવુ છે કે તેને કારણે સામાજિક વિષમતા ઘટશે. સરકારની સામે પૈસા ભેગા કરવાનો પડકાર છે. સોમવારે આવેલા આંકડાઓ દર્શાવે છે કે, બે મહિનામાં GST કલેક્શન સરેરાશ આશરે 14000 કરોડ મહિને ઓછું થઈ ગયું છે. નાણા મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર, એપ્રિલ 2019માં કુલ GST કલેક્શન 113865 કરોડ રૂપિયા હતું, જ્યારે મે 2019માં 100289 થઈ ગયું અને જુન 2019માં ઘટીને 99939 કરોડ રહી ગયું છે.

હવે એવા સમાચાર છે કે, નવા નિવેશ માટે જરૂરી સંશાધન ભેગા કરવાના રસ્તા શોધી રહેલી સરકાર એસ્ટેટ ડ્યૂટી અથવા ઈન્હેરિટેન્સ ટેક્સ ફરીથી લાવવા અંગે વિચાર કરી રહી છે. આ ટેક્સ પૈતૃક સંપત્તિ પર લેવામાં આવે છે. તેને 1985માં નાબૂદ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે વડાપ્રધાનની અધ્યક્ષતાવાળા નીતિ આયોગમાં જમીન મમલાના અધ્યક્ષ ટી હકનું કહેવું હતું કે, ભારતમાં હાલ 1 ટકા લોકો 58 ટકા સંપત્તિ પર નિયંત્રણ કરે છે. આવા લોકો પર ઈન્હેરિટેન્સ ટેક્સ લગાવવો જોઈએ. ભારતમાં ટેક્સ-GDP રેશિયો ઓછો છે, તેને વધારવો જરૂરી છે. તેને કારણે ભારતમાં સામાજિક અસમાનતા ઘટાડવામાં મદદ મળશે.

આ અંગે કોંગ્રેસ સાંસદ પ્રતાપ સિંહ બાજવાનું કહેવુ છે કે, 34 વર્ષ બાદ આ ટેક્સને ફરીથી લાગુ કરવો ખોટું છે. તે મોદી સરકારને મળેલા બહુમતનું અપમાન કરવા અને લોકો સાથે છેતરપિંડી કરવા જેવી વાત છે. સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનનું કહેવુ છે કે, 1985માં ઈન્હેરિટેન્સ ટેક્સને નાબૂદ કરવામાં આવ્યો હતો, શું તે ખોટું હતું? તેમનું કહેવુ છે કે, આ ટેક્સ ફરીથી લાગૂ કરવો ખોટું હશે. આ અંગે અન્ય લોકોનું કહેવું છે કે, સરકારે લોકો પર ટેક્સ નાંખવા કરતા આવકના નવા સ્ત્રોત શોધવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp